For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની 26મીએ નગરયાત્રા નીકળશે

06:34 PM Feb 14, 2025 IST | revoi editor
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની 26મીએ નગરયાત્રા નીકળશે
Advertisement
  • અમદાવાદના સ્થાપના દિને માતાજીની નગરયાત્રા નીકળશે
  • નગરયાત્રા સવા 6 કિમી રૂટ્સમાં ફરશે, માતાજી ભાવિકોને દર્શન આપશે
  • નગરયાત્રામાં ટેબલો, હાથી-ઘોડા આકર્ષણ જમાવશે

અમદાવાદઃ શહેરમાં જગન્નાથજીની રથયાત્રાની જેમ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નિકળશે. અમદાવાદ શહેરના સ્થાપના દિન 26મી ફેબ્રુઆરીએ ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 6.25 કિલોમીટરની નગરયાત્રામાં ટેબલો, હાથી-ઘોડા આકર્ષણ જમાવશે. નગરયાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજા, ગુરુ માણેકના આદિસ્થાન માણેકચોક, ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિરે પરત ફરશે.

Advertisement

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે આ દિવસે ભદ્રકાળી માતાની 6.25 કિલોમીટરની પરિક્રમા કરીને નગરજનોને દર્શન આપશે.  જગન્નાથ પુરી બાદ અમદાવાદની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે અમદાવાદના આંગણે ફરી એકવાર ભવ્ય યાત્રા નીકળશે. આ નગરયાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજા, ગુરુ માણેકના આદિસ્થાન માણેકચોક, ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પરત ફરશે. રૂટ ઉપર થોડા થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. નિજમંદિરમાં યાત્રા બાદ હવન કરાશે.

આગામી તા. 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે. ત્યારે આ દિવસે 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં ટેબલો, હાથી-ઘોડા આકર્ષણ જમાવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ અપાયપ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement