For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના બોપલની કલબ-07ના બેઝમેન્ટમાં દારૂની મહેફિલ માણતા નબીરા પકડાયા

03:20 PM May 11, 2025 IST | revoi editor
અમદાવાદના બોપલની કલબ 07ના બેઝમેન્ટમાં દારૂની મહેફિલ માણતા નબીરા પકડાયા
Advertisement
  • એક યુવતી સહિત નવ નબીરાની પોલીસે કરી ધરપકડ
  • BMW સહિત મોંધી લકઝરી કારો પોલીસે જપ્ત કરી
  • ડાન્સ પાર્ટી સાથે દારૂની મહેફુલ જામી હતી અને પોલીસ ત્રાટકી

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંયે બેરોકટોક દારૂનું વેચાણ થતુ હોય છે. ત્યારે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી 07 કલબના બેઝમેન્ટમાં નબીરાઓએ ડાન્સ સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતુ. જેની પોલીસને જાણ થતાં રેડ પાડવામાં આવી હતી. ડાન્સ સાથે દારૂની પાર્ટી ચાલતી હતી ત્યારે પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો.રેડ દરમિયાન એક યુવતી સહિત કુલ 9 નબીરા ઝડપાયા હતા જેમાંથી 6 નબીરા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે ત્રણ નબીરા પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે બે BMW સહિતની મોંઘીદાટ કારો પણ કબ્જે કરી છે.

Advertisement

શહેરના બોપલ વિસ્તારમાં આવેલી  ક્લબ O7ના બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં નબીરાઓએ મ્યુઝિકલ ડાન્સ સાથે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતુ. જેની પોલીસને જાણ થતા બોપલ પોલીસે રેડ પાડી હતી. પોલીસે એક યુવતી સહિત નવ નબીરાને ઝડપી લીધા હતા. નબીરાઓએ કલબ-07 મ્યુઝિકલ ડાન્સ પાર્ટી સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસની રેડ દરમિયાન રાહુલ ગોસ્વામી, હેમલ દવે, ભાવેશ પવાર, આશુતોષ શાહ, રાહુલ ચહલ, સની પંડ્યા અને પૃથ્વીરાજ ડોડલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન, 2 BMW કાર, હોન્ડા સિટી કાર, દારૂની બોટલ સહિત કુલ 8.50 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  હેમલ દવેએ દારૂ અને ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. હેમલ દવે વિરુદ્ધ દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે અને રાતના 12:30 સુધી મ્યુઝિકલ ડાન્સ ચાલુ રાખવા બદલ જાહેરનામા ભંગની પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

પોલીસ અધિકારીના કહેવા મુજબ ક્લબ O7માં એટીસી મેનેજમેન્ટ કંપની દ્વારા ટેક્નો મ્યુઝિક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 લોકો હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં 60થી 70 લોકો શંકાસ્પદ લાગતા તેમની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 6 લોકો સામે દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે, જ્યારે 3 સામે દારૂ રાખવાનો કેસ કરવામાં આવ્યો છે. ક્લબના સંચાલકની પૂછપરછ કરવામાં આવશે. આ પાર્ટીનું આયોજન હેમલ દવેએ કર્યું હતું અને પાર્ટી પાસ સાથે આયોજિત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement