For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં મ્યુનિ.સંચાલિત AMTS પ્રતિદિન એક કરોડની ખોટ કરે છે

04:51 PM Nov 30, 2024 IST | revoi editor
અમદાવાદમાં મ્યુનિ સંચાલિત amts પ્રતિદિન એક કરોડની ખોટ કરે છે
Advertisement
  • AMTSનું દેવું 4025 કરોડે પહોંચ્યુ,
  • વર્ષ 2023-24માં 141.80 કરોડની આવક સામે 541 કરોડ રૂપિયાનો ખર્ચ,
  • AMTSની ખોટમાં રોજબરોજ થઈ રહેલો વધારો

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ ( એએમટીએસ)ની ખોટમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. એએમટીએસની માલિકીની બસો ખાનગી કોન્ટ્રાક્ટરોને શહેરી માર્ગો પર ચલાવવા માટે કોન્ટ્રાક્ટથી આપવામાં આવે છે. અને તેના રેટ પણ વધતા જાય છે. બીજીબાજુ આવકમાં ખાસ વધારો જોવા મળતો નથી. એટલે આવક સામે ખર્ચ વધતો જતો હોય એએમટીએસની ખોટ વધતી જાય છે. એએમટીએસના વર્ષ 2023-24ના સરવૈયાને જોઈએ તો 2024ની સ્થિતિએ રૂ. 399 કરોડની ખોટ કરી હતી. એટલે વર્ષના 365 દિવસની ખોટ 399 કરોડથી વધુ છે, એટલે રોજના એક કરોડથી વધુ ખોટ કરે છે.

Advertisement

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન સંલગ્ન એએમટીએસ શહેરીજનોને પરિવહન સેવા પુરી પાડે છે. શહેરમાં તમામ વિસ્તારોમાં એએમટીએસ બસ સેવા લોકોને સમયાંતરે મળતી રહે છે. ઉપરાંત બીઆરટીએસ અને મેટ્રો રેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. આમ તો આ ત્રણેય પરિવહન સેવા ખોટ કરે છે. જેમાં એએમટીએસ રોજની એક કરોડથી વધુની ખોટ કરી રહી છે. એએમટીએસનું વર્ષ 2023-24ના સરવૈયાને ધ્યાને લેતા માર્ચ 2024ની સ્થિતિએ રૂ. 399 કરોડની ખોટ કરી છે. અત્યાર સુધીમાં AMTSની ખોટ રૂ. 4025 કરોડ કરતાં વધી ગઇ છે. 2023-24ના નાણાંકીય વર્ષમાં AMTSને રૂ. 541.66 કરોડનો ખર્ચ થયો હતો જેની સામે રૂ. 141.80 કરોડની આવક નોંધાઇ હતી.

AMTS  કાલે મળેલી કમિટીમાં એપ્રિલ 2023થી માર્ચ 2024ના વર્ષના હિસાબનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 35 કરોડની વધારે ખોટ ગઇ હોવાનું સામે આવ્યું છે. ચાલુ વર્ષે AMTSનો કુલ ખર્ચ રૂ. 541.66 કરોડ જેટલો થયો હતો. જેની સામે આવક રૂ. 141.80 કરોડ જેટલી નોંધાઇ હતી. જેને કારણે રૂ. 399.86 કરોડની ખોટ ગઇ છે. નોંધનીય છે કે, ગત 2022-23ના નાણાંકીય વર્ષમાં કુલ ખર્ચ રૂ. 487.79 કરોડનો ખર્ચ થયો હતો. જેની સામે 122.98 કરોડની આવક થઇ હતી. જેને કારણે તે વર્ષે એએમટીએસને 364.80 કરોડની ખોટ ગઇ હતી. જોકે ચાલુ નાણાંકીય વર્ષે એએમટીએસની આવકમાં રૂ. 21 કરોડ જેટલો વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ખોટ જોઇએ તો AMTSને રૂ, 35 કરોડનો વધારે ખોટ ગઇ હોવાનું જોવા મળે છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષ 2024-25 માટે AMTS બજેટ રૂ. 673 કરોડ મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે નાણાંકીય વર્ષના સરવૈયાને ધ્યાને લેતાં ખાસ કરીને પગાર ભથ્થામાં સાતમાં પગાર પંચને કારણે રૂ. 20.94 કરોડનો ખર્ચ ગયા વર્ષ કરતાં વધી ગયો છે. જ્યારે પેન્શનમાં પણ ગત નાણાંકીય વર્ષ કરતાં રૂ. 14.13 કરોડનો ખર્ચ વધી ગયો છે. બીજી તરફ બસોના ફ્યુઅલ ખર્ચ તથા બસોના મરમ્મત અને નિભાવના ખર્ચમાં ઘટાડો થયેલો જોવા મળી છે. કન્ટીજન્સી ખર્ચમાં 53 લાખનો વધારો થયો હોવાનું જોવા મળે છે. તો એએમટીએસના મકાનોની મરંમત અને ભાડા પેટે પણ 1.80 કરોડનો ખર્ચ થયો છે જે ગત વર્ષ કરતાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.

Advertisement
Tags :
Advertisement