હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરતમાં સિટીબસના ડ્રાઈવરોની હડતાળ સામે મ્યુનિએ એજન્સીને 15 લાખનો દંડ ફટકાર્યો

04:20 PM Dec 11, 2024 IST | revoi editor
Advertisement

• પોલીસે સિટીબસના ચાલકનો વરઘોડો કાઢતા ડ્રાઈવરોએ હડતાળ પાડી હતી
• સિટીબસના ડ્રાઈવરોએ પોલીસ કામગીરી સામે જ વિરોધ નોંધાવ્યો હતો
• સિટીબસના ડ્રાઈવરોની એકાએક હડતાળથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા

Advertisement

સુરતઃ શહેરમાં સિટીબસના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરો પૂરઝડપે અને બેફામ રીતે બસ ચલાવતા હોય છે. અને અવાર-નવાર નાગરિકોની ફરિયાદો ઊઠતી હોય છે. દરમિયાન શહેરના અડાજણ વિસ્તારમાં મ્યુનિની સિટી બસે એક મહિલાને અડફેટમાં લેતા તેનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત થતા પોલીસે સિટીબસના ડ્રાઈવરની ધરપકડ કરીને જાહેરમાં વરઘોડો કાઢી પાઠ ભણાવ્યો હતો. જોકે, પોલીસની કામગીરી બાદ સિટીબસના ડ્રાઈવરોએ અચાનક હડતાલ પાડતા બસ સેવા થંભી ગઈ હતી. જેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વીજળીક હડતાળની આવી ઘટના ફરી વખત ન બને તે માટે સીટી લીંક દ્વારા બસ સેવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે તેવી ગ્રીન સેલ સુરત પ્રાઇવેટ લિમિટેડ 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના અડાજણ વિસ્તારમાં ગઈ તા. 3જી ડિસેમ્બર નાં રોજ જહાંગીરપુરાના સ્વના દિવ્યાબેન કલ્પેશભાઈ સોની પોતાના પુત્રને શાળાએ મૂકીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે આનંદ મહેલ રોડ પર સિટીબસની અડફેટે તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા બસ ચાલક વિરૂદ્ધ હિટ એન્ડ રનની ફરિયાદ દાખલ કરવાની સાથે આરોપી બસચાલકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તેથી નારાજ થઈને સિટી બસના ચાલકોએ અચાનક 7 ડિસેમ્બરના રોજ હડતાળ પાડી હતી.
સુરતમાં સિટી બસના ડ્રાઈવરોએ અચાનક હડતાલ પાડતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ગત તા. 7 ડિસેમ્બરના રોજ મગોબ ડેપોમાંથી 77 બસો અનેવેસુ ડેપોમાંથી 61 બસોમાંથી એક પણ તેના રૂટ પર સાંજે 5 વાગ્યા સુધી દોડી નહોતી. જેના કારણે મુસાફરોને હાલાકી થઈ હતી. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે બસ ઓપરેશન સાથે સંકળાયેલી ગ્રીન સેલ સુરત પ્રાઇવેટ લિમિટેડને 15 લાખ રૂપિયાનો દંડ મ્યુનિએ ફટકાર્યો છે.

Advertisement

સુરત મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સીટી બસમાં છાશવારે ટીકીટ ચોરીની ફરિયાદ ઉઠતી રહે છે. જેને પગલે મ્યુનિ. દ્વારા વારંવાર બસમાં કંડક્ટર પૂરો પાડતી ફેર કલેક્શન એજન્સી સામે પગલાં લેવામાં આવતા હોય છે. જે અંતર્ગત છેલ્લા 11 માસ માં ફેર કલેક્શન એજન્સી આકાર, સૂકાની અને એમ.જે સોલંકીને છેલ્લા 11 માસમાં કુલ રૂ. 50,26,500 નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ છેલ્લા એક વર્ષમાં કુલ 657 કંડકટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Aajna SamacharagencyBreaking News GujaraticitybusDriversGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavMuniNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPenaltyPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharstrikesuratTaja Samacharviral news
Advertisement
Next Article