For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહુવાના નિકોલના દરિયા કિનારે મુંબઈનું રૂદ્ર-1 નંબરનું બાર્ઝ બિનવારસી હાલતમાં મળ્યું

06:00 PM May 30, 2025 IST | revoi editor
મહુવાના નિકોલના દરિયા કિનારે મુંબઈનું રૂદ્ર 1 નંબરનું બાર્ઝ બિનવારસી હાલતમાં મળ્યું
Advertisement
  • બાર્જનો ઉપયોગ દરિયાના પેટાળમાંથી રેતી કાઢવા માટે થતો હોય છે
  • બાર્જ બિનવારસી હાલતમાં દરિયામાં તણાઈને મહુવા કેવી રીતે પહોંચ્યું
  • પોલીસ અને મરીન કોર્ટગાર્ડે તપાસ હાથ ધરી

ભાવનગરઃ મહુવા નજીક આવેલા નિકોલના દરિયા કિનારે દરિયાની ભરતીમાં ખેંચાઈને એક બાર્ઝ આવી ચડ્યુ હતુ. રેઢા પડેલા બિનવારસી બાર્ઝને જોતા સ્થાનિક માછીમારોએ જાણ કરતા પોલીસ અને કોસ્ટગાર્ડનો સ્ટાફ દોડી ગયા હતો. અને તપાસ કરતા મુંબઈનું રૂદ્ર-1 નંબરનું બાર્ઝ હોવાનું જાણવા મળ્યું હતું. આ બાર્ઝ કઈ રીતે દરિયા કિનારે પહોચ્યું તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે માછીમારોની પણ પૂછતાછ કરવામાં આવી રહી છે.

Advertisement

મહુવાના નિકોલ દરિયા કિનારે એક બિનવારસી બાર્જ (થાપડું) મળી આવ્યું છે. આ બાર્જ લાઈટ હાઉસ નજીકથી દરિયામાં પસાર થઈને નિકોલના દરિયા કિનારે આવી પહોંચ્યું હતું. સ્થાનિક માછીમારોએ દરિયા કિનારે બિનવારસી બાર્ઝ હોવાની પોલીસને જાણ કરી હતી. સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ, આ માલવાહક બાર્જનો ઉપયોગ દરિયાના પેટાળમાંથી રેતી કાઢવા માટે થાય છે. વળી, મોટી વસ્તુઓને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા માટે બોટની પાછળ બાંધીને પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાર્જને થાપડું અથવા પોન્ટૂન તરીકે પણ ઓળખવામાં આવે છે.  બાર્જ પર 'રુદ્ર-1' નંબર અને 'મુંબઈ' લખેલું છે. આટલી મોટી વસ્તુ દરિયામાં બિનવારસી હાલતમાં તરતી મળી આવતા દેશની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે. કોસ્ટગાર્ડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે.

પોલીસ અને કોસ્ટગાર્ડની પ્રાથમિક તપાસમાં બાર્જમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હાલ આ બાર્જ દરિયાના મોજામાં તણાઈને નિકોલના દરિયા કિનારે આવી પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement