For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મુંબઈ હુમલા કેસનો આરોપી આતંકી તહવ્વુર રાણાને ટુંક સમયમાં ભારત લવાશે

02:30 PM Apr 09, 2025 IST | revoi editor
મુંબઈ હુમલા કેસનો આરોપી આતંકી તહવ્વુર રાણાને ટુંક સમયમાં ભારત લવાશે
Advertisement

નવી દિલ્હીઃ મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત લાવવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ભારતીય તપાસ એજન્સીઓ માને છે કે તેના પરત ફરવાથી આ ભયાનક આતંકવાદી હુમલામાં પાકિસ્તાની એજન્ટોની સંડોવણીનો પર્દાફાશ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાણા અમેરિકામાં પોતાની બધી કાનૂની અપીલો હારી ગયા છે અને હવે તેના ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ભારતથી એક મલ્ટી-એજન્સી ટીમ તેને ભારત લાવવા માટે પહેલાથી જ અમેરિકા પહોંચી ગઈ છે.

Advertisement

આતંકવાદી તહવ્વુર રાણાએ પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે યુએસ કોર્ટમાં ઘણી વખત અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં તેમની અંતિમ અપીલ ફગાવી દીધી હતી. જસ્ટિસ એલેના કાગન અને તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે તેમની અપીલ ફગાવી દીધી હતી. આનો અર્થ એ થયો કે હવે રાણાને ભારત લાવવામાં કોઈ કાનૂની અવરોધ બાકી નથી.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તહવ્વુર રાણાને 26/11 ના હુમલામાં સહ-ષડયંત્રકારી તરીકે ચાર્જશીટ દાખલ કરી છે. તેના પર આરોપ છે કે તેણે ડેવિડ હેડલીને ભારતમાં રહેવા અને મુસાફરી માટે લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. તેની સાથે મુંબઈ, દિલ્હી, કોચી, આગ્રા, હાપુર અને અમદાવાદની મુસાફરી કરી હતી. કેટલાક સ્થળોની રેકી કરવામાં મદદ કરી હતી. તેમજ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા (LeT) અને હરકત-ઉલ-જેહાદી-ઇસ્લામી (HUJI) સાથે સંબંધો જાળવી રાખ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement