For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

M S યુનિનો નવો નિયમ, પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનો ફોટો પડાશે

05:31 PM Dec 09, 2024 IST | revoi editor
m s યુનિનો નવો નિયમ  પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનો ફોટો પડાશે
Advertisement
  • વિદ્યાર્થીને કાપલી સાથે જ ઊભો રાખીને ફોટો પાડવામાં આવશે,
  • વિદ્યાર્થીનો ફોટો વિઝિલન્સ સ્ક્વોડના વોટ્સઅર ગૃપમાં અપલોડ કરાશે,
  • યુનિના નવા નિયમ સામે વિદ્યાર્થીઓનો જ વિરોધ

વડોદરાઃ શહેરની એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે યુનિએ નવા નિયમો બનાવ્યા છે. જેમાં જો વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન કાપલી સાથે પકડાય તો તેનો હાથમાં કાપલી સાથેનો ફોટો પાડવામાં આવે છે. અને તે ફોટોને વિઝિલન્સ સ્ક્વોડના વોટ્સઅપ ગૃપમાં અપલોડ કરવામાં આવે છે. યુનિવર્સિટીના નવા નિયમો સામે વિદ્યાર્થીઓમાં વિરોધ ઊભો થયો છે.

Advertisement

એમ એસ યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિના બનાવો રોકવા સામે આંકરા નિયમો બનાવવામાં આન્યા છે. જેમાં જો વિદ્યાર્થી કાપલી સાથે ચોરી કરતા પકડાયા તો તે વિદ્યાર્થીને કાપલી સાથે ઊભો રાખીને ફોટો પાડવામાં આવે છે. આ નિયમનું કડક પાલન કરવા માટે  વિજિલન્સ સ્કવોડ અને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અધ્યાપકોને સૂચના આપવામાં આવી છે. આ ફોટોગ્રાફ વિજિલન્સ સ્કવોડના વોટસએપ ગ્રુપમાં અપલોડ કરવાનો રહેશે.જેનો ઉપયોગ અનફેરમીન્સ કમિટિની કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થી સામે પૂરાવા તરીકે થશે. યુવિવર્સિટીના સત્તાધિશોએ બનાવેલો નવો નિયમ ચર્ચાસ્પદ પણ બન્યો છે. કારણકે આ પ્રકારની કાર્યવાહી ગંભીર ગુનો કરનારા ગુનેગારો સામે પોલીસ મથકમાં થતી હોય છે.જ્યારે કાપલી કરનારા વિદ્યાર્થીઓએ કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો કે તેમનો ફોટો પાડવો પડે તેવુ ઘણા અધ્યાપકોને પણ લાગી રહ્યું છે.ઉપરાંત આ ફોટોગ્રાફનો  દુરપયોગ થવાનું પણ જોખમ રહેતું હોય છે.

એમ એસ યુનિના પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કાપલી સાથે પકડાયા બાદ અનફેરમીન્સ કમિટિ સમક્ષ ઘણી વખત કાપલી પોતાની હોવાનો ઈનકાર કરી દેતા હોય છે અને તેના કારણે આ નિર્ણય લેવાની ફરજ પડી છે.જોકે આ ફોટોગ્રાફને કોઈ પણ જગ્યાએ જાહેર કરવામાં નહીં આવે.સાથે સાથે સુપરવિઝન કરનારા અધ્યાપકો માટે પણ આ જ નિયમ અમલમાં મૂકાયો છે.જે પ્રમાણે સુપરવિઝન કરતી વખતે અધ્યાપક મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે અને જો અધ્યાપક મોબાઈલ ઉપયોગમાં લેતા હોવાનું ધ્યાનમાં આવશે તો તેમનો પણ ફોટોગ્રાફ લેવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement