લોરેન્સ ગેંગને ખતમ કરવાની વાત કરનાર સાંસદ પપ્પુ યાદવને મળી ધમકી
- પપ્પુ યાદવે પોતાની સુરક્ષા વધારવા માટે કરી માંગણી
- ધમકી મુદ્દે પપ્પુ યાદવે ડીજીપીને ધમકી અંગે જાણ કરી
નવી દિલ્હીઃ લોરેન્સ બિશ્નોઈ ગેંગને 24 કલાકમાં ખતમ કરવાની વાત કરનાર સાંસદ પપ્પુ યાદવને એક ગેંગસ્ટર તરફથી ધમકી મળી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ધમકી મળ્યા બાદ પપ્પુ યાદવે પોલીસને જાણ કરી હતી. દરમિયાન પપ્પુ યાદવે જમાવ્યું હતું કે, મને ધમકી મળી છે, મેં ડીજીપીને તેની જાણ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝારખંડની કુખ્યાત અમન સાહુ ગેંગે પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઈને બે ટાકાનો ગુનેગાર ગણાવ્યો હતો. દરમિયાન અમન સાહુ ગેંગના સાગરિતોએ પપ્પુ યાદવને સોશિયલ મીડિયા પર ધમકી આપી છે. દરમિયાન પપ્પુ યાદવે કેન્દ્ર સરકાર પાસે સુરક્ષા વધારવાની માંગ કરી છે. પપ્પુ યાદવે ગૃહ મંત્રાલયને પત્ર લખીને સુરક્ષા વધારવાની માંગ કરી છે અને લખ્યું છે કે ઘણી વખત ધમકીઓ મળી રહી છે. પપ્પુ યાદવે પત્રમાં લખ્યું છે કે જો સુરક્ષા નહીં વધારવામાં આવે તો ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે. તેમણે કહ્યું કે આ માટે કેન્દ્ર સરકાર અને બિહાર સરકાર જવાબદાર રહેશે.
પપ્પુ યાદવને પણ વોટ્સએપ પર ફોન કરીને ધમકી આપવામાં આવી છે. પપ્પુ યાદવને જે નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો તેના ડીપીમાં લોરેન્સ બિશ્નોઈની તસવીર છે. પપ્પુ યાદવને મળેલી ધમકીને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી છે.