For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાંસદ પપ્પુ યાદવને ફરી મળી ધમકી, 24 કલાકનો સમય અપાયો

02:48 PM Nov 30, 2024 IST | revoi editor
સાંસદ પપ્પુ યાદવને ફરી મળી ધમકી  24 કલાકનો સમય અપાયો
Advertisement

પટનાઃ પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ છેલ્લા 24 કલાકનો સમય આપ્યો છે. વોટ્સએપ પર મેસેજ કરીને ધમકી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ તમને 24 કલાકમાં મારી નાખશે. અમારી તૈયારીઓ પૂરી છે. અમારા સાથીઓ તમારી ખૂબ નજીક પહોંચી ગયા છે. તમારા રક્ષકો પણ તમને બચાવી શકશે નહીં. પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ તમને લોરેન્સ ભાઈ અને તેમની ટીમને જન્મદિવસની શુભકામનાઓ, તમારા છેલ્લા દિવસનો આનંદ માણો. ધમકી પાકિસ્તાનના નંબર ઉપર આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધમકી આપનારે ખુદને લોરેન્સ ગેંગનો સભ્ય બતાવીને સાત સેકન્ડનો બ્લાસ્ટનો એક વીડિયો મોકલ્યો હતો. આ મેસેજના પગલે પપ્પુ યાદવના આવાસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર સાંસદ પપ્પુ યાદવ હાલ પૂર્ણિયામાં છે. સિક્યોરિટી મશીન દ્વારા ચેકિંગ કર્યા પછી જ કોઈપણ વ્યક્તિને અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. સાંસદ પપ્પુ યાદવે કહ્યું કે, હું ધમકીઓ છતાં લોકોને મળી રહ્યો છું. સાંસદે કહ્યું કે હું આ દેશને બચાવવા અને દેશની લોકશાહી બચાવવા માટે દરેક વખતે મરવા તૈયાર છું. હું દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહેલા પરિબળોથી લોકશાહીને બચાવવા માટે કોઈપણ કિંમતે ડરતો નથી. હું લડીને મરી જઈશ. સાંસદને મળી રહેલી વારંવારની ધમકીઓને ધ્યાનમાં રાખીને તેમના મિત્રએ તેમને 2.5 કરોડ રૂપિયાની બુલેટ પ્રૂફ લેન્ડ ક્રુઝર ભેટમાં આપી છે. જોકે, બીજા જ દિવસે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પાકિસ્તાન તરફથી ધમકીભર્યા ઓડિયો કોલમાં 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement