હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

નેશનલ હાઇવે પર વાહનચાલકોએ હવે 5થી 40 રૂપિયાનો વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે

04:12 PM Mar 30, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ અસહ્ય મોંઘવારીમાં પિસાય રહેલી પ્રજાએ  31મી માર્ચને મઘરાતથી ટોલટેક્સનો વધુ દર ચૂકવવો પડશે, ગુજરાત એસ ટીએ પણ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો છે. ત્યારે ટોલટેક્સના દરમાં વધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનશે, નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. પાંચથી 40 સુધીનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી એટલે કે 31મી માર્ચના મધરાત બાદ રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરાશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે 48, પાલનપુર નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે.

Advertisement

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ - વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે  ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર-જીપ ચાલકે રૂપિયા 135ના બદલે 140 રૂપિયા, રિટર્નમાં રૂપિયા 205ના બદલે રૂપિયા 215, એલસીવીના રૂપિયા 220ના બદલે 230, રિટર્નમાં રૂપિયા 330ના બદલે રૂપિયા 345 અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા 465ના બદલે રૂપિયા 480 અને રિટર્નમાં 720ના બદલ 760 રૂપિયા પડશે.

જ્યારે  વડોદરાથી આણંદના કારના રૂ.50ના બદલે હવે રૂ.55 અને નડિયાદના રૂ.70ના બદલે રૂ.75 ચૂકવવા પડશે. નેશનલ હાઇવે 48 ઉપર રઘવાણજ ટોલ પ્લાઝા ખાતે કાર - જીપના હવે રૂ.110 અને એલસીવીના રૂ.175 અને બસ - ટ્રકના રૂ.360 ચૂકવવા પડશે. જ્યારે વાસદથી વડોદરાના કાર - જીપના રૂ.160, એલસીવીના રૂ.245 અને બસ ટ્રકના રૂ.505 ચૂકવવા પડશે. પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઇવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે 31 માર્ચે રાતે 12  વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota Banavnational highwayNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartoll tax increaseviral news
Advertisement
Next Article