રશિયાના યુક્રેનમાં ડ્રોન હુમલામાં પાંચથી વધુ લોકોના મોત
છેલ્લા ઘણા સમયથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત. રશિયા અને યુક્રેનએ એકબીજા પર ડ્રોન હુમલા કર્યા. આમાં પાંચ લોકોના મોત થયા. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું કે રશિયાએ 200 થી વધુ ડ્રોન અને 30 મિસાઇલોથી હુમલો કર્યો.
મોટાભાગના હુમલા ડિનિપ્રોપેટ્રોવસ્ક પ્રદેશમાં થયા, જ્યાં ત્રણ લોકોના મોત થયા. તે જ સમયે, રશિયામાં યુક્રેનિયન ડ્રોન હુમલા બાદ કારમાં આગ લાગવાથી બે લોકોના મોત થયા.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના પૂર્વમાં બે ગામો કબજે કરી લીધા છે. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે સેના ધીમે ધીમે સુમી પ્રદેશમાંથી રશિયન સેનાને બહાર કાઢી રહી છે.
ઝેલેન્સકીએ કહ્યું કે સુમીમાં કિન્દ્રાતિવકા ગામ રશિયન કબજામાંથી મુક્ત થયું. ઝેલેન્સકીએ કહ્યું કે ખાર્કિવ અને સુમી પણ રશિયન હુમલાઓનું નિશાન હતા, જેનો જવાબ આપવાની જરૂર છે.