For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયતઃ જુઓ વીડિયો

03:55 PM Dec 04, 2025 IST | revoi editor
૯ ૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયતઃ જુઓ વીડિયો
Advertisement
  • વિકસિત ભારત @૨૦૪૭’ માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી આંગણવાડી કાર્યકર બહેનોએ નિભાવવાની છે:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • આંગણવાડી કાર્યકરો માત્ર સરકારી સેવામાં નહીં, પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાઈ: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલ

ગાંધીનગર, 4 ડિસેમ્બર, 2025ઃ Anganwadi workers and Tedagar sisters રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી ૯૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આજે નિમણૂક પત્ર સુપરત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા  હતા.

Advertisement

મુખ્યમંત્રીએ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. દેશના ભવિષ્ય સમાન નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની અતિમહત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડીની બહેનોએ નિભાવવાની છે. તેમણે સુપોષિત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત - સમૃદ્ધ ભારત બનાવવાની સેવા તક નવી નિમણૂક મેળવી રહેલી આંગણવાડી બહેનોને મળી છે તેને સાર્થક કરવા વિકસિત ભારત @૨૦૪૭ માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાનું આહવાન કર્યુ હતું.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલે રાજ્યની આંગણવાડીઓમાં નિમણૂક મેળવનાર તમામ બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, તમે આજથી સરકારી સેવામાં નહીં પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાયા છો. તમે સૌ ભવિષ્યના નાગરિક એવા બાળકોના પ્રથમ શિક્ષિક બનવાના છો. તમે જે સંસ્કાર, શિક્ષણ અને પોષણનું બીજ રોપશો તેમાંથી આવતીકાલનું ગુજરાત ખીલશે.

Advertisement

રાજ્યના આંગણવાડી કેન્દ્રો બાળકો માટે ઊર્જાના કેન્દ્રો બન્યા છે તેમ જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક અને ગૌરવશાળી છે. નવી નિમણૂક મેળવી રહેલી બહેનો તેમના ઘરઆંગણે રોજગારી મેળવીને આત્મનિર્ભર બની છે. આ બહેનો રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણની નવી ગાથા લખશે. બહેનોને અપાયેલા નિમણૂક પત્રો એ માત્ર નિમણૂક પત્ર નથી પરંતુ બાળકોને સુપોષિત અને શિક્ષિત કરવાના દસ્તાવેજ છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ સાથે રાજકોટ, સુરત અને વડોદરા ઝોનના નવા નિમણૂક પામનારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પણ મંત્રીઓ તેમજ મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએથી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.

પ્રેસિડેન્ટ પુટિન દિલ્હીમાં રૂ. 170 કરોડના ભવ્ય આવાસમાં મહેમાનગતિ માણશે

Advertisement
Tags :
Advertisement