પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનામાં 21 કરોડથી વધારે લોકો જોડાયાં
PMJJBY સરકાર દ્વારા મે 2015માં શરૂ કરવામાં આવી હતી. આ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ અંતર્ગત, જો વીમાધારક વ્યક્તિનું કોઈપણ કારણસર મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યોને 2 લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે. 20 ઓક્ટોબર સુધી, યોજનામાં 21.67 કરોડથી વધુ નોંધણીઓ થઈ છે અને કુલ રૂ. 17,211.50 કરોડના 8,60,575 દાવાઓ પ્રાપ્ત થયા છે.
નાણામંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતિ મુજબ પ્રધાનમંત્રી જીવન જ્યોતી વિમા યોજવા હેઠળ 21 કરોડથી વધુ લોકો કવરેજ મેળવી રહ્યા છે.સોસીયલ મિડિયા પ્લેટફોર્મ X પર માહિતી પોસ્ટ કરી નાણા મંત્રાલયે આ જાહેરાત કરી. નાણામંત્રાલયે વધુમાં લખ્યુ કે PMJJBY સરકાર દ્વારા મે 2015માં શરૂ કરવામાં આવી હતી. આ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ અંતર્ગત, જો વીમાધારક વ્યક્તિનું કોઈપણ કારણસર મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યોને 2 લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે. પોસ્ટમાં વધુમાં જણાવાયુ છે કે 20 ઓક્ટોબર સુધી, યોજનામાં 21.67 કરોડથી વધુ નોંધણીઓ થઈ છે અને કુલ રૂ. 17,211.50 કરોડના 8,60,575 દાવાઓ પ્રાપ્ત થયા છે.
18 થી 50 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં નોંધણી કરાવી શકે છે. આ અંતર્ગત કોઈપણ કારણસર મૃત્યુ થવા પર 2 લાખ રૂપિયાનું વીમા કવરેજ ઉપલબ્ધ છે. આ માટે વાર્ષિક 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.નાણા મંત્રાલયે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) જેવી અન્ય યોજનાઓના સંદર્ભમાં વર્ષ 2024 માટે નાણાકીય સમીક્ષા પણ પ્રદાન કરી હતી.
મંત્રાલયે જણાવ્યું હતું કે લગભગ 48 કરોડ લોકોએ PMSBY યોજના હેઠળ નોંધણી કરાવી છે, જે 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવરેજ પ્રદાન કરે છે.સત્તાવાર માહિતી અનુસાર, 20 નવેમ્બર સુધી PMSBY માં 47.59 કરોડ લોકો નોંધાયેલા છે, જ્યારે પ્રાપ્ત થયેલા દાવાઓની સંચિત સંખ્યા 1,93,964 હતી. તે જ સમયે, વિતરિત દાવાની સંચિત સંખ્યા 1,47,641 હતી.મંત્રાલયે કહ્યું કે PMJDY હેઠળ 53.13 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું કે લગભગ 55.6 ટકા (29.56 કરોડ) જન-ધન ખાતાધારકો મહિલાઓ છે અને 66.6 ટકા (35.37 કરોડ) જન-ધન ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં છે.