For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 150થી વધુ વ્યક્તિઓને આમંત્રણ

12:06 PM Jan 24, 2025 IST | revoi editor
પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 150થી વધુ વ્યક્તિઓને આમંત્રણ
Advertisement

ભારત આ વર્ષે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. ત્યારે તેની ઉજવણીને ભવ્ય બનાવવા માટે સરકાર પ્રયત્નરત છે. આ ઉજવણીને સામન્ય લોકો સુધી પંહોચડવા માટે સરકારે આ વર્ષે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને માન આપવા માટે નવી દિલ્લીનાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહેમાનો પોતપોતાના ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા છે અને સ્વર્ણિમ ભારતનાં શિલ્પી છે. આ મહેમાનો પોતાની સાથે પરિવારનાં એક સભ્યને પણ લઈ જઈ શકશે. જેમાં ગુજરાતમાંથી 175 થી વધુ લોકોને આ આમંત્રણ મળ્યું છે.

Advertisement

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સમગ્ર ભારતમાંથી ખાસ મહેમાનો તરીકે આમંત્રિત લોકોમાં ગુજરાતમાંથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ, હેન્ડીક્રાફ્ટમાં સારું પ્રદર્શન કરનારા વ્યક્તિઓ, ગ્રામિણ વિકાસ માટે મહત્વનો ફાળો આપવા બદલ સ્વ સહાય જૂથની બહેનો, શ્રેષ્ઠ પાણી સમિતિ, વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વનો ફાળો આપનારા, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, શ્રેષ્ઠ પેટન્ટ ધરાવનારા, શ્રેષ્ઠ સ્ટાર્ટ અપ, હેન્ડલૂમ આર્ટિસન, પુન:પ્રાપ્ય ઉર્જા કાર્યકર, રોડ બનાવનારા કાર્યકરો 03 વાઇબ્રન્ટ વિલેજનાં સરપંચ સહિત અન્ય 22 સરપંચ, પેરા ઓલમ્પિયન વિજેતાઓ, અને પ્રધાનમંત્રીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં નોંધ લીધી એવા વ્યક્તિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.

દિલ્હી જવાના પોતાના અનુભવ બાબતે વાઈબ્રન્ટ વિલેજના સરપંચ અમરભાઈએ જણાવ્યું હતું કે,” જૂથ પંચાયતમાં કરવામાં આવેલા વિવિધ વિકાસકામોની નોંધ દિલ્હીમાં લેવાશે એવી કલ્પના ન હતી. આ સારા કામ બાબતે દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું છે તે બદલ આનંદ અનુભવું છું અને સરકારનો આભાર માનું છું.”

Advertisement

સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનાં 09 લાભાર્થીઓને પરેડ જોવાની સાથે રાષ્ટ્રપતિને મળવાની તક પણ મળશે. જેમાંથી 08 માછીમારો જામનગરનાં સચાણા ગામનાં રહીશો છે.

26 જાન્યુઆરીએ દિલ્હી જઈ રહેલા જામનગર જિલ્લાનાં સચાણા ગામનાં 8 માછીમાર ભાઈઓ પૈકી બશીરભાઈએ કહ્યું કે, દિલ્હી જવાનું આ પ્રકારે આમંત્રણ અમારા ગામમાં પ્રથમવાર મળ્યું છે. અમને લોકોને ખુશી છે. જ્યારે અમારી સાથે ગામનાં લોકોને પણ ગર્વ થયો છે. અમે આમંત્રણ આપવા બદલ સરકારનો આભાર માનીએ છીએ.

આ ઉપરાંત પીએમ સૂર્ય ઘર યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ કુસુમ યોજના, પીએમ યશસ્વી યોજના, પીએમ કિસાન યોજના, પીએમ કૃષિ સિંચાઇ યોજના, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (AIF), ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) અને My Bharatનાં સ્વયંસેવકોને પણ પરેડ જોવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement