હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દુનિયાના વિવિધ જેલોમાં 10 હજારથી વધારે ભારતીયો બંધ

09:00 PM Apr 03, 2025 IST | revoi editor
Advertisement

અમેરિકાએ તાજેતરમાં મોટી સંખ્યામાં પોતાના દેશમાં ગેરકાયદે વસવાટ કરતા અનેક ભારતીયોને પરત મોંકલ્યાં છે. ત્યારે દુનિયામાં વિવિધ દેશોની જેલોમાં બંધ ભારતીય કેદીઓની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૌથી વધુ ભારતીયો સાઉદી અરેબિયાની જેલમાં કેદ છે. આ યાદીમાં ચીન સહિત અન્ય ઘણાં દેશોના નામ પણ સામેલ છે. વિદેશ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતની બહાર જેલમાં કેદ ભારતીયોની સંખ્યાની વિગતો આપવામાં આવી છે.

Advertisement

વિદેશ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, 86 દેશોની જેલોમાં 10,152 ભારતીયો બંધ છે. આવા ભારતીયોની સૌથી વધુ સંખ્યા સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં છે. આ બંને વિસ્તારોમાં ભારતીય કેદીઓની સંખ્યા 2 હજારથી વધુ છે. આ ઉપરાંત બેહરીન, કુવૈત અને કતારમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો કેદ છે. 1319 ભારતીયો નેપાળમાં જેલની સજા ભોગવી રહ્યા છે. જ્યારે, મલેશિયામાં તેમની સંખ્યા 338 અને ચીનમાં 173 છે. ચીન, કુવૈત, નેપાળ, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત એ 12 દેશોમાં સામેલ છે જ્યાં 100 થી વધુ ભારતીયો કેદ છે. આમાંથી, 9 દેશો એવા છે જે સજા પામેલા વ્યક્તિઓના સ્થાનાંતરણ કરારમાં સામેલ છે. આ હેઠળ દોષિત વ્યક્તિને તેની સજા ભોગવવા માટે તેના દેશમાં મોકલવાની મંજૂરી છે.

રિપોર્ટ અનુસાર, આ કરાર પછી પણ છેલ્લા ત્રણ વર્ષમાં 8 ભારતીય કેદીઓને દેશમાં પાછા લાવવામાં આવ્યા છે અને ભારતીય જેલોમાં રાખવામાં આવ્યા છે. આમાંથી 3 ઈરાનના, 3 બ્રિટનના, 2 કંબોડિયાના અને 2 રશિયાના છે. ભારતીય મિશન નિયમિતપણે વિદેશી જેલમાંથી ભારતીય નાગરિકોને મુક્ત કરવા અથવા પ્રત્યાર્પણ કરવા માટે કામ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, 'ભારતીય મિશન અને પોસ્ટ્સ વિદેશી જેલોમાં બંધ નાગરિકોને કાનૂની સહાય સહિત તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છે. સંબંધિત ભારતીય દૂતાવાસ તરફથી સહાય મેળવતા ભારતીય કેદીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી.'

Advertisement

Advertisement
Tags :
Indians locked upMore than 10 thousandVarious prisonsworld
Advertisement
Next Article