હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પ્રયાગરાજ મહાકુંભમાં 10 દિવસમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું

02:59 PM Jan 23, 2025 IST | revoi editor
Advertisement

લખનૌઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ધર્મ સંસદનું આયોજન  કરવામાં આવ્યું છે.  તેમાં  ગૌ, સનાતન, હિન્દુ રાષ્ટ્ર સાથે કાશી મથુરાની મુક્તિ માટે નિર્ણય કરવામાં આવ્યો છે.  સેકટર 19માં  આવેલા મંડપમાં ધર્મ સંસદ યોજાશે. જેમાં સનાતન બોર્ડના ગઠન માટે પણ સંમતિ આપવામાં આવશે.

Advertisement

ધર્મ સંસદમાં ચાર પીઠના શંકરાચાર્ય,  સહિત 13 અખાડાઓ  તેમજ દેશના જુદા જુદા ભાગમાંથી આવેલા સંતો મહાત્માઓ જોડાશે. મહાકુંભમાં યુવાનો પણ મોટા પ્રમાણમાં આસ્થા સાથે આવી રહ્યા છે. યુવા ઇન્ફ્લુએન્સર્સ સોશિયલ મીડિયા ઉપર મહાકુંભના અનુભવો પણ વહેંચી રહ્યા છે.  યુવાનોએ જણાવ્યું હતું કે  આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે છતાં અહીં સ્વચ્છતાનું પ્રમાણ જળવાયું છે. પ્રયાગરાજ મહાકુંભમાં 10 દિવસમાં  દસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ભાગ લઈ રહ્યાં છે. તાજેતરમાં જ દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પરિવાર સાથે કુંભમેળામાં ભાગ લીધો હતો. ગઈકાલે મુખ્યમંત્રી યોગી અને તેમના કેબિનેટ મંત્રીઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કુંભમેળામાં જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

Advertisement

Advertisement
Tags :
10 crore devotees10 daysAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHoly BathLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsPrayagraj MahakumbhSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article