હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પાલનપુર નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા પર 1લી એપ્રિલથી વધુ ટેક્સ ચુકવવો પડશે

05:52 PM Mar 28, 2025 IST | revoi editor
Advertisement

પાલનપુરઃ દેશના નેશનલ હાઈવે પર સમયાંતરે ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતો હોય છે. હાઈવે પર દોડતા વાહનો પર રોજબરોજ ટોલ ટેક્સનું ભારણ વધતું જાય છે. ત્યારે પાલનપુરના સ્વરૂપગંજ સુધીના હાઈવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર તા. 1લી એપ્રિલથી ટોલમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રૂપિયા 5થી લઈને 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને અપાતા રોજિંદા પાસમાં પણ વધારો કરાયો છે.

Advertisement

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર વાહનચાલકો પાસેથી ઉઘરાવાતી ટોલ ટેક્સની રકમમાં 5 રૂપિયાથી લઇને 25 રૂપિયા સુધી વધારો કરી દેવાયો છે. આ વધારો 31 માર્ચની મધરાતે 12 વાગ્યા બાદ જ લાગુ થઈ જશે.પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઈવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર નાની ગાડીઓમાં ચુકવાતા રૂપિયા 5, જ્યારે લાઈટ કોમર્શિયલ વિહિકલ અથવા મિની બસોમાં રૂપિયા 10 સુધીનો વધારો તેમજ ટ્રક અને બસોમાં રૂપિયા 20 રૂપિયાનો વધારો ચૂકવવો પડશે

ગુજરાતના પાલનપુર નેશનલ હાઈવે પર વાહનચાલકોને હવે વધુ ટોલ ચુકવવો પડશે. નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર મુસાફરીનો ટોલ ટેક્સ 5 થી લઈને 25 રૂપિયા સુધી વધારી દેવાયો છે. પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઈવેસ પરના ખેમાણા ટોલ પ્લાસા પર ટેક્સમાં વધારો કરાયો છે. જે 31 માર્ચની મધરાતે 12 લાગ્યાથી લાગુ કરવામાં આવશે. જોકે ટોલ ટેક્સમાંથી  સુચિત વાહનને મુક્તિ મળશે. જેમાં આર્મીના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, શબવાહિની અને વીઆઈપી સાઈનવાળા વાહનોનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPalanpur National HighwayPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharToll IncreaseToll plazaviral news
Advertisement
Next Article