For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ફટાકડાને લીધે રોડ પર થયેલો કચરો એકઠો કરવા વધુ સફાઈ કામદારો મુકાયા

03:33 PM Oct 20, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં ફટાકડાને લીધે રોડ પર થયેલો કચરો એકઠો કરવા વધુ સફાઈ કામદારો મુકાયા
Advertisement
  • શહેરના સ્વચ્છ રાખવા 6000 સફાઈ કામદારો તહેવારોમાં પણ ફરજ બજાવશે,
  • AMC દ્વારા રાઉન્ડ ધી ક્લોક વિશેષ સફાઈ કામગીરીનું આગોતરું આયોજન,
  • ધાર્મિક સ્થળોમાંથી ફૂલો, પાંદડા વગેરે જૈવિક વેસ્ટનું કલેક્શન કરાશે

અમદાવાદઃ શહેરમાં દિવાળીને તહેવારોને લીધે જાહેર રોડ પર સામાન્ય દિવસ કરતા કચરો વધતો હોય છે. જેમાં જાહેર રોડ પર ફટાકડા ફોડવાને લીધે પણ કચરામાં વધારો થયો હોય છે. ત્યારે તહેવારોમાં અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિ.કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન શહેર સ્વચ્છ રહે તેના માટે સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. ફટાકડાના કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટે રાત્રિ દરમિયાન 6000થી વધુ કામદારો દ્વારા વિશેષ રાત્રિ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવાળી તેમજ નૂતન વર્ષના આગલા દિવસે શહેરના મુખ્ય મંદિરોના પરિસરો અને બહારના ભાગો ઉપર વિશેષ સફાઈ હાથ ધરી પાણી વડે ધોવડાવી સ્વચ્છ કરવામાં આવશે. શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે તમામ ફ્લાયઓવર, અંડરબ્રિજ અને ડિવાઇડરોને ધોઈને સ્વચ્છ કરાશે. જમાલપુર ફૂલ માર્કેટ, અન્ય મુખ્ય બજારો, અટલબ્રિજ, રિવરફ્રન્ટ, કાંકરીયા લેકફ્રન્ટ, સાયન્સ સિટી સહિતનાં પ્રવાસન સ્થળોની દિવસ અને રાત્રિ બંને સમયે વિશેષ સફાઈ થશે. શહેરના તમામ જાહેર શૌચાલયો, પે-એન્ડ-યૂઝ ટોઇલેટો તથા કોમ્યુનિટી ટોઇલેટોને રોજ બે વખત સવાર અને બે વખત સાંજે ન્યૂસન્સ ટેન્કર મારફતે ધોઈને ફીનાઇલ અને બ્લીચિંગ પાવડર છંટકાવ કરવામાં આવશે. રાત્રિ સફાઈ દરમિયાન એકત્ર થયેલા કચરાનો નિકાલ તાત્કાલિક કરવા માટે જરૂર જણાયે રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશનો ચાલુ રાખી કચરાને એ જ દિવસે પિરાણા પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે મોકલવાની વ્યવસ્થા રહેશે. 22 નિર્માલ્ય કલેક્શન વાહનો દ્વારા 700થી વધુ ધાર્મિક સ્થળોમાંથી ફૂલો, પાંદડા વગેરે જૈવિક વેસ્ટનું કલેક્શન થશે અને કંપોસ્ટ પ્લાન્ટમાં મોકલવાની વ્યવસ્થા રહેશે.

મ્યુનિના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના તમામ રહેણાક તથા કોમર્શિયલ એકમોમાંથી ડોર-ટુ-ડોર સેગ્રીગેટેડ વેસ્ટ કલેક્શન કરવા માટે 1900થી વધુ વાહનો અને ઇ-રિક્ષાઓ કાર્યરત રહેશે. 1000થી વધુ ડોર ટુ ડોર કલેક્શનના સફાઈ કર્મચારીઓ હેન્ડકાર્ટ કે ડસ્ટબિન સાથે ચાલી-સ્લમ અને પોળ જેવા સંકુચિત વિસ્તારોમાં જઈ કચરો એકત્રિત કરશે. દરરોજ 9000થી વધુ કાયમી સફાઈ કામદારો સવારે બીટ સફાઈ અને બપોર બાદ ટોળાં સફાઈ દ્વારા રસ્તાઓ, જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં સફાઈ કરશે. સફાઈ કામદારોએ લારી દ્વારા બીટ સફાઈમાં એકત્ર કરેલા તેમજ રસ્તા ઉપરના કચરાના કલેક્શન માટે 187 વાહનો કાર્યરત રહેશે.દિવાળી તહેવાર દરમિયાન કચરાની વધતી માત્રાને ધ્યાને રાખી વધારાની રાત્રિ શિફ્ટમાં કોમ્પેક્ટર, ડોર-ટુ-ડોર વાહનો, ઈ-રીક્ષાઓ, સ્વીપર મશીનો, JCB અને બોબકેટ મશીનરી દ્વારા સતત કામગીરી થશે. 15 લીટરબિન કલેક્શન વાહનો જાહેર રસ્તાઓ ઉપર મૂકાયેલા કેડલબિનમાંથી વેસ્ટનું કલેક્શન કરશે. 20 જેટલા JCB તથા બોબકેટ વાહનો અને 100થી વધુ ટ્રક જેવા વાહનો દ્વારા સ્પોટ કલેક્શન તથા ખાલી પ્લોટોમાં રહેલા કચરાનું કલેક્શન હાથ ધરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement