For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખપદેથી મોન્ટુ પટેલને હાંકી કઢાયા

06:00 PM Sep 23, 2025 IST | Vinayak Barot
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખપદેથી મોન્ટુ પટેલને હાંકી કઢાયા
Advertisement
  • મોન્ટુ પટેલ 5400 કરોડના ભ્રષ્ટ્રાચારના કેસમાં ફસાતા લેવાયો નિર્ણય,
  • મોન્ટુ પટેલ ભાજપ યુવા મોરચા સાથે પણ સંકળાયેલા હતા,
  • ભ્રષ્ટ્રાચાર કેસમાં સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.

અમદાવાદઃ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) માં વ્યાપક ભ્રષ્ટાચાર અને અનિયમિતતાની ફરિયાદો બાદ મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખપદેથી હટાવાયા છે. નાણાં લઈને મહારાષ્ટ્રમાં મેડિકલ કોલેજોને માન્યતા અપાવવાના આરોપ બાદ સીબીઆઈ  દ્વારા તપાસ કરવામાં આવી છે. મોન્ટુ પટેલનું 5400 કરોડના કૌભાંડ સંડોવાયેલા હોવાનું કહેવાય છે. મોન્ટુ પટેલ ભાજપ યુવા મોરચા સાથે પણ સંકળાયેલા છે.

Advertisement

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) માં વ્યાપક ભ્રષ્ટાચારના મુદ્દે કાઉન્સિલના પ્રમુખપદેથી મોન્ટુ પટેલને હટાવવામાં આવ્યા છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ દેશની 12000 ફોર્મસી કોલેજ આવે છે  'ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા'ના પ્રમુખ સામે કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે. જેના પર 5400 કરોડના વહીવટનો આરોપ લાગ્યો છે. ત્યારે મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદેથી હટાવાયા છે. મોન્યુ પટેલ સામે ખોટી રીતે અધ્યક્ષ બની ફાર્મસી કોલેજમાં અલગ-અલગ મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવવાનો આરોપ છે. મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર સીબીઆઈએ દરોડા પાડયા હતા. ત્યાર બાદ તેણે કરેલા કાળા કાંડનો ભાંડો ધીરે ધીરે ખૂલી રહ્યો છે. આ સાથે જ કેટલાક લોકો હવે આ કૌભાંડો અંગે ખૂલીને બોલી રહ્યાં છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement