ચોમાસુ સત્ર એ વિજયનો ઉત્સવ છે, ઓપરેશન સિંદૂરમાં 100% લક્ષ્યો પ્રાપ્ત થયાઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી: સંસદનું ચોમાસા સત્ર શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ચોમાસા સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા હતા. સત્ર શરૂ થાય તે પહેલાં, પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં દેશને સંબોધન કર્યું છે. તેમણએ જણાવ્યું હતું કે, "સંસદનું આ ચોમાસા સત્ર વિજય ઉજવણી જેવું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ભારતનો ધ્વજ ફરકાવવો એ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. બધા સાંસદો અને દેશવાસીઓ એક અવાજમાં આ સિદ્ધિની પ્રશંસા કરશે. આ આપણા ભવિષ્યના મિશન માટે પ્રેરણાદાયક રહેશે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ ચોમાસુ સત્ર વિજયનો ઉત્સવ છે. આખી દુનિયાએ ભારતની લશ્કરી શક્તિનો સ્વીકાર કર્યો છે. ઓપરેશન સિંદૂરમાં, ભારતીય સેના દ્વારા નિર્ધારિત લક્ષ્ય 100% પ્રાપ્ત થયું હતું." "ઓપરેશન સિંદૂર હેઠળ, આતંકવાદીઓના આકાઓના ઘરો 22 મિનિટમાં જ તોડી પાડવામાં આવ્યા હતા." "ઓપરેશન સિંદૂર હેઠળ, આતંકવાદીઓના આકાઓના ઘરો 22 મિનિટમાં જ તોડી પાડવામાં આવ્યા હતા. મેડ ઇન ઇન્ડિયા લશ્કરી શક્તિના આ નવા સ્વરૂપ તરફ વિશ્વ ખૂબ આકર્ષિત થયું છે. આ દિવસોમાં, જ્યારે પણ હું વિશ્વના લોકોને મળું છું, ત્યારે ભારત દ્વારા બનાવવામાં આવતા મેડ ઇન ઇન્ડિયા શસ્ત્રો પ્રત્યે વિશ્વનું આકર્ષણ વધી રહ્યું છે..."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આર્થિક ક્ષેત્રમાં, જ્યારે તમે બધાએ 2014 માં અમને જવાબદારી સોંપી હતી, ત્યારે દેશ ફ્રેજીલ ફાઇવના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. 2014 પહેલા, અમે વૈશ્વિક અર્થતંત્રમાં દસમા ક્રમે હતા. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે." આજે આપણા સુરક્ષા દળો નક્સલવાદનો અંત લાવવા માટે એક નવા આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. આજે ઘણા જિલ્લાઓ નક્સલવાદથી મુક્ત છે. અમને ગર્વ છે કે ભારતીય બંધારણ નક્સલવાદ સામે જીતી રહ્યું છે. 'રેડ કોરિડોર' 'ગ્રીન ગ્રોથ એરિયા'માં ફેરવાઈ રહ્યા છે.