આઈસીસી રેકીંગમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાની લાંબી છલાંગ
વેસ્ટઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ્સ અને 140 રનથી જીત હાંસલ કરનાર ભારતીય ટીમના ખેલાડીઓને આસીસી રેકિંગમાં ફાયદો થયો છે. ખાસ કરીને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ટર રવિન્દ્ર જાડેજાને રેકિંગમાં મોટો ફાયદો થયો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના બેસ્ટમેન ટીમ રોબિનસનએ 58 બેસ્ટમેનને પાછળ છોડ્યાં છે. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં સારુ પ્રદર્શન કર્યું છે. જેનો તેને ફાયદો થયો છે.
મોહમ્મદ સિરાઝને વેસ્ટઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં સાત વિકેટ લઈને આઈસીસી રેકિંગમાં મોટી છલાંગ લગાવી છે આ ખેલાડીએ 3 બોલરોને પાછળ પાડીને 12મું સ્થાન હાંસલ કર્યું છે. સિરાઝએ પોતાના કેરિયરમાં બેસ્ટ રેટિંગ પોઈન્ટ પ્રાપ્ત કર્યાં છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ આઈસીસી રેકીંગમાં કમાલ કર્યો છે. આ ખેલાડી દુનિયાનો નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર તો છે, સાથે સાથે હવે જાડેજા બેસ્ટમેનોની ટેસ્ટ રેકીંગમાં 25માં નંબર ઉપર પહોંચ્યો છે. જાડેજાએ કેએલ રાહુલ, બેન સ્ટોક્સ જેવા બેસ્ટમેનોને પાછળ છોડી દીધા છે. કેએલ રાહુલ હાલ 35માં નંબર ઉપર છે.
ન્યૂઝીલેન્ડનો યુવા ટોપ ઓર્ડર બેસ્ટમેન ટીમ રોબિનસને આઈસીસી રેકીંગમાં મોટી છલાંગ લગાવી છે. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝમાં 119ની એવરેજથી 119 રન બનાવ્યાં હતા. તેણે 156થી વધુની સ્ટાઈક રેટથી બનાવ્યાં હતા જેનો ફાયદો આઈસીસી રેકીંગમાં થયો છે. આ ખેલાડી હવે 22 ક્રમે પહોંચ્યો છે. જો રૂટ ટેસ્ટમાં નંબર 1 બેસ્ટમેન બન્યો છે. નંબર 1 બોલરનું સ્થાન જસપ્રીત બુમરાહ અને નંબર 1 ઓલરાઉન્ડર જાડેજા છે. વન-ડે રેકિંગમાં શુભમન ગિલ ટોપ ઉપર યથાવત છે. અભિષેખ શર્મા ટી20માં બેસ્ટમેનના રેકીંગમાં ટોપ ઉપર છે. વરૂણ ચક્રવતી બોલરોમાં નંબર 1 અને પાકિસ્તાની ખેલાડી સેમ અયુબ નંબર-1 ઓલારાઉન્ડર છે.