ટેરરીસ્ટ આઉટ ફીટ હુરિયત સાથે મોદી સરકાર કોઈ વાત નહીં કરેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર મામલે અમિત શાહે જણાવ્યું હતું કે, 2004થી 2014ના સમયગાળામાં આતંકવાદી ઘટનામાં 1770 નાગરિકોના મૃત્યુ થયાં હતા. જ્યારે 2015-25 દરમિયાન 315 વ્યક્તિના મોત થયાં છે. જ્યારે 2004થી 2014માં 1060 સુરક્ષાદળો શહીદ થયાં હતા.જ્યારે 2015થી 2025માં 542 જવાનો શહીદ થયાં છે. એનડીએના શાસનમાં આતંકવાદીઓના મૃત્યુદરમાં પણ 123 ટકાનો વધારો થયો છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ થતા આતંકવાદી સિસ્ટમ પણ નસ્ટ થઈ ગઈ છે. કોંગ્રેસના શાસનમાં આતંકવાદીઓના જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હતા.જો કે, મોદી સરકારમાં આતંકવાદીઓના જનાજાને મંજુરી આપવામાં આવતી નથી. આતંકવાદીઓના સગા-સંબંધીઓને પણ નોકરીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. તેમજ વિવિધ ટેન્ડરમાંથી હટાવવામાં આવ્યાં છે. કોંગ્રેસના શાસનમાં જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારાની સરેરાશ 2654 જેટલી ઘટનાઓ બનતી હતી. 2024માં એક પણ આવી ઘટના બની ન હતી. પાકિસ્તાન ઓર્ગેનાઈઝ હડતાળને કારણે ઘાટીમાં વર્ષના 132 દિવસ બધુ બંધ રહેતુ હતું. જ્યારે છેલ્લા 3 વર્ષમાં આવી કોઈ ઘટના બની નથી.
કોંગ્રેસના શાસનમાં હરિયતના નેતાઓ માટે રેડકાર્પેટ પાથરવામાં આવતી હતી. જો કે, ભાજપના શાસનમાં તમામ હુરિયત નેતાઓને જેલના સળિયા પાછળ ઘકેલી દેવામાં આવ્યાં છે. હુરિયત ટેરરિસ્ટના આઉટ ફીટ છે જેથી મોદી સરકાર તેમની સાથે કોઈ વાત કરવા માંગતી નથી. હાલ જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય છે. ભાજપના શાસનમાં વર્ષ 2019થી અનેક આતંકી સંગઠનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં સરહદ ઉપર ભારતીય સુરક્ષા દળો નદી-નાળા સહિતની વિકટ સમસ્યા છતા પોતાની ફરજ બજાવી રહ્યાં છે અને ઘુસણખોરીને અટકાવવા પ્રયાસો કરી રહ્યાં છે. જો કોઈ ઘુસણખોરી કરશે તો તેને પકડી લેવામાં આવશે અથવા તેને ઠાર મારવામાં આવશે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પહેલગામ હુમલામાં આતંકવાદીઓ પાકિસ્તાન ભાગી ગયા, પરંતુ ભારતીય સેનાએ તેમને ઠોકી દીધા છે. દાઉદ ઈબ્રાહીમ 1986માં ભાગી ગયો હતો. સૈયાદ સલાઉદીન 1993, અનિસ ઈબ્રાહીમ 1993, ઈકબાલ ભટ્ટકલ 2010, સહિતના આતંકવાદીઓ ભાગ્યાં ત્યારે કોંગ્રેસની સરકાર હતી. અમે તો જવાબ આપી દીધો હતો, હવે આ મામલે રાહુલ ગાંધી જવાબ આપે.