સંયુક્ત આરબ અમીરાતમાં ગુમ થયેલા ઈઝરાયેલ-મોલ્ડોવિયન રબ્બીની હત્યા
નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં ગુમ થયેલા ઈઝરાયેલ-મોલ્ડોવિયન રબ્બી (ધાર્મિક નેતા)ની હત્યા કરવામાં આવી છે અને તેનો મૃતદેહ મળી આવ્યો છે.
ઈઝરાયેલે આ ઘટનાને "જઘન્ય યહૂદી વિરોધી આતંકવાદી ઘટના" ગણાવી. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયથી જણાવાયું કે, ઈઝરાયેલ રબ્બીના મૃત્યુ માટે જવાબદાર લોકોને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસો કરશે.
દુબઈમાં દુકાનના માલિક અલ્ટ્રા-ઓર્થોડોક્સ રબ્બી ઝવી કોગન ગુરુવારે ગુમ થયા હતા. 2020માં અબ્રાહમ સમજૂતી દ્વારા ઈઝરાયેલ અને UAE વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના થઈ ત્યારથી, ઈઝરાયેલીઓ વ્યવસાય અને પર્યટન માટે દુબઈ તરફ વળ્યા છે.
આ મામલે UAE સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોગનની પત્ની રિવકી, એક અમેરિકન નાગરિક, તેની સાથે સંયુક્ત આરબ અમીરાતમાં રહેતી હતી. તે રબ્બી ગેવરીએલ હોલ્ટ્ઝબર્ગની ભત્રીજી છે, જે 2008ના મુંબઈ હુમલામાં માર્યા ગયા હતા.