દિલ્હીમાં 15 વર્ષના વિદ્યાર્થી પર સગીરોએ છરીથી કર્યો હુમલો, ત્રણ આરોપી ઝડપાયા
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં ત્રણ સગીરોએ શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. આ બનાવ 4 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય તકરારમાં વિદ્યાર્થીની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે દિલ્હીમાં આવી ચોંકાવનારી ઘટના સામે આવતા વિદ્યાર્થીઓની માનસિકતાને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે.
માહિતી અનુસાર, ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી ઘૂસી ગયેલી હાલતમાં સીધો પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોલીસકર્મીઓ આ દૃશ્ય જોઈને ચોંકી ગયા હતા અને તરત જ તેને કલાવતી સરન હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાદમાં આરએમએલ હોસ્પિટલમાં રિફર કરીને છાતીમાંથી છરી કાઢવામાં આવી. હાલમાં વિદ્યાર્થીની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, આશરે 10-15 દિવસ પહેલા એક આરોપી વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો અને તેને શંકા હતી કે પીડિતાએ ઉશ્કેર્યો હતો. એ કારણે આરોપીએ બે મિત્રો સાથે મળીને વિદ્યાર્થી પર હુમલો કરવાની યોજના ઘડી હતી. 4 સપ્ટેમ્બરના રોજ શાળાના ગેટ પાસે પીડિતાને ઘેરીને એક આરોપીએ છરીથી હુમલો કર્યો હતો, જ્યારે બીજા બે આરોપીઓએ તેને પકડી રાખ્યો હતો. હુમલા દરમિયાન એક સગીરે તૂટેલી બીયરની બોટલ પણ બતાવી હતી.
પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક કેસ નોંધ્યો હતો. ત્રણેય સગીરોને આરામ બાગ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. તેમની ઉંમર 15 અને 16 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળે છે. ગુનામાં વપરાયેલી છરી અને તૂટેલી બોટલ જપ્ત કરી લેવામાં આવી છે. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ડીસીપી નિધિન વાલસે જણાવ્યું કે, “આ હુમલો સંપૂર્ણપણે દુશ્મનાવટના કારણે કરવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.”-
અહેવોલો અનુસાર, પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 10-15 દિવસ પહેલા, એક આરોપી વિદ્યાર્થીને કેટલાક અન્ય વિદ્યાર્થીએ માર માર્યો હતો. તેને શંકા હતી કે પીડિત વિદ્યાર્થીએ આ ઝઘડો ઉશ્કેર્યો હતો. આ દુશ્મનાવટને કારણે, તેણે બે મિત્રો સાથે મળીને વિદ્યાર્થી પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો. ચોથી સપ્ટેમ્બરના રોજ પીડિતા વિદ્યાર્થી શાળાના ગેટ પર પહોંત્યો ત્યારે, ત્રણ સગીર આરોપીઓએ તેને ઘેરી લીધો. પોલીસનું કહેવું છે કે એક સગીરે પીડિતા પર છરીથી હુમલો કર્યો હતો જ્યારે અન્ય બેએ તેને પકડી રાખ્યો હતો. આરોપીઓમાંથી એકે પીડિતાને ધમકાવવા માટે તૂટેલી બીયરની બોટલ પણ બતાવી હતી.