For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતના સચિન વિસ્તારમાં સગીર પૂત્રએ છરીના ઘા ઝીંકીને પિતાની કરી હત્યા

02:38 PM Aug 17, 2025 IST | Vinayak Barot
સુરતના સચિન વિસ્તારમાં સગીર પૂત્રએ છરીના ઘા ઝીંકીને પિતાની કરી હત્યા
Advertisement
  • પિતાના પ્રેમ સંબધની આશંકાથી બોલાચાલી બાદ કરી હત્યા,
  • ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો,
  • આરોપી સગીર પૂત્રની કરી અટકાયત

સુરતઃ શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પાલી ગામમાં એક સગીર પુત્રએ પિતાના અન્ય મહિલા સાથેના સંબંધોની શંકા રાખી તેમની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે સગીર પૂત્રની અટકાયત કરને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના સચિન જીઆઈડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેમના જ પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે. પુત્રને શંકા હતી કે તેના પિતાને પડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે. આ બાબતને લઈને પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.શુક્રવારે રાત્રે, આ મામલે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ કે આવેશમાં આવેલા સગીર પુત્રએ રસોડામાંથી ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ચેતક રાઠોડને ગંભીર ઈજાઓ થતાં તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.આ ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement