For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત બોર્ડના ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરીયા

03:14 PM May 05, 2025 IST | revoi editor
ગુજરાત બોર્ડના ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરીયા
Advertisement
  • વિદ્યાર્થી જે વિષયમાં નાપાસ થયા છે તે પરીક્ષા આપી પરિણામ સુધારી શકશે
  • કોઈ પણ વિધાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી
  • નાપાસ વિદ્યાર્થીઓ આજથી ફરીવાર પરીક્ષાની તૈયારીમાં લાગી જવા અપીલ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ -2025 અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આપ સૌ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ આપના માતા પિતાનું ગૌરવ વધારશો તેવું મને વિશ્વાસ છે.

Advertisement

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે તે બધા વિદ્યાર્થીને અભિનંદનને પાઠવું છું પરંતુ જે વિધાર્થીઓને સફળ નથી થયા એ વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા ‘બેસ્ટ ઓફ ટુ પરીક્ષા’ અંતર્ગત ફરીથી પરીક્ષા આપી પોતાનું સપનું પૂરું કરી શકશે અથવા વિદ્યાર્થી જે વિષયમાં નાપાસ થયા છે એની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે.

વધુમાં મંત્રીએ કહ્યું કે, કોઈ પણ વિધાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. માતા પિતાના આપના સાચા સ્નેહી છે, એમનો ગુસ્સો આપ સૌ બાળકો આગળ વધારવા માટેનો હોય છે. આપ સૌ વિધાર્થીઓને મારી વિનંતી છે કે જે વિધાર્થીઓ નાપાસ થયા છે એ આજથી જ તૈયારી કરી પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી શકે છે.

Advertisement

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ બોર્ડ સારી કામગીરી કરી રહ્યું છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં ટ્રેકિંગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષામાં ચોરીના બનાવો બન્યા નથી તે એક શિક્ષણ વિભાગનું હકારાત્મક પાસું છે.

 

Advertisement
Tags :
Advertisement