For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

થાનગઢમાં ખનીજ વિભાગના દરોડા, 500 ટન કોલસો સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

05:06 PM Feb 21, 2025 IST | revoi editor
થાનગઢમાં ખનીજ વિભાગના દરોડા  500 ટન કોલસો સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત
Advertisement
  • ખાણ ખનીજ અને એલસીબીએ સંયુક્ત દરોડો પાડ્યો
  • 10થી વધુ ચરખી અને 7 ટ્રેકટર પણ જપ્ત કરાયા
  • તંત્રની લાલ આંથથી ભૂમાફિયાઓમાં ફફડાટ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ ચોરી સામે તંત્રએ કડક વલણ અપનાવ્યુ હોવા છતાં બેરોકટોક ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના થાન નજીક કોલસા સહિત ખનીજની બેરોકટોક ચોરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠતા ખાણખનીજ વિભાગ અને એલસીબી ટીમે દરોડા પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ 500 ટન કોલસો, 10થી વધુ ચરખી, 7 ટ્રેક્ટર સહિત 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે 1 શખસ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.

Advertisement

જિલ્લાના થાનગઢમાં અનેક પ્રકારના વિવિધ ખનીજો મળી આવતા હોવાથી ભૂમાફીયાઓ ગેરકાયદે ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા ગેરકાયદે ખાડા પર કાર્યવાહી કરી બુરવામાં આવ્યા હતા.પરંતુ તંત્રની મીઠી નજર હેઠળ ફરી આ ખાડાઓ ધમધમતા થયા છે. ત્યારે થાનગઢ ખાખરાવાળી ગ્રામ્ય વિસ્તારની અંદર ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના અધિકારીના માર્ગદર્શનમાં ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ગામની સીમમાં 500 ટન કોલસો, 10 ચરખી, 7 ટ્રેક્ટર સહિત રૂ.3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દરમિયાન સ્થળ પરથી ગોપાલભાઇ મનજીભાઇ વિજવાડીયાને ઝડપી પડાયા હતા. તથા તપાસમાં ખૂલે તે શખસ ફરાર થઇ જતા તમામ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોધાવાઇ હતી.

જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ એને એલસીબી પોલીસના સંયુક્ત ઓપરેશનથી થાનગઢ કોલસા માફિયામાં ભાગદોડ મચી હતી. બીજી બાજુ 10 ટ્રેક્ટર લઇ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ખાખરાવાળી વિસ્તારમાં ચાલતા કોલસાના ખનન પર રેડ પાડવામાં આવતા દરોડાની વાત ફેલાઇ જતા આસપાસના ખાડાઓમાં 10થી વધુ વાહન લઇ ભૂમાફિયાઓ ફરાર થઇ ગયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement