For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં 1લી જાન્યુઆરીથી રિક્ષાઓમાં મીટર ફરજિયાત

05:10 PM Dec 30, 2024 IST | revoi editor
અમદાવાદમાં 1લી જાન્યુઆરીથી રિક્ષાઓમાં મીટર ફરજિયાત
Advertisement
  • રિક્ષામાં મીટર લગાવવા રિક્ષાચાલકોની લાઈનો લાગી
  • રિક્ષાચાલકોએ પોલીસ કમિશનરના નિર્ણયને આપ્યો આવકાર
  • ડિજિટલ મીટરમાં રોકાણ ચાર્જ પણ ભાડા સાથે જ ગણાઈ જશે

 અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં મીટર ફરજિયાત છે. પણ ઘણાબધા રિક્ષાચાલકો ડિજિટલ મીટરો લગાવતા નહતા. અને પ્રવાસીઓ પાસેથી ઉચ્ચક ભાડુ લેતા હતા. દરમિયાન આ અંગેની ફરિયાદો મળ્યા બાજ શહેર પોલીસ કમિશનરે 1 લી જાન્યુઆરીથી રિક્ષામાં મીટરનો ફરજિયાત અમલ કરવા માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. રિક્ષાચાલકોના એસોસિએશને પણ રિક્ષાઓમાં ફરજિયાત ડિજિટલ મીટરના નિર્ણયને આવકાર આપ્યો છે. ત્યારે હવે રિક્ષાઓમાં ડિજિટલ મીટર મુકાવવા માટે લાઈનો લાગી રહી છે.

Advertisement

અમદાવાદ શહેરમાં દોડતી મોટાભાગની રિક્ષાઓમાં મીટર પ્રથાનો અમલ ન થતો હોય અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 1 જાન્યુઆરીથી રિક્ષામાં મીટરનો ફરજિયાત અમલ કરવા માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. અમલવારીને હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે  રિક્ષાચાલકો માટે એસોસિએસન દ્વારા ખાસ કેમ્પ યોજી મીટર લગાવવામાં આવી રહ્યા છે.  એસોસિએશનના પ્રમુખે પણ કહ્યું હતું કે, જે રિક્ષા મીટર વગર ચાલતી હોય તેની સામે પોલીસ કાર્યવાહી કરે. તો બીજી તરફ ડિજિટલ મીટરના કારણે હવે મુસાફર ક્યાંય રોકાણ કરશે તો તેનો ચાર્જ પણ ભાડાની સાથે જ ગણાઈ જશે.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ફરતી ઓટો રિક્ષામાં ફરજિયાત પણે મીટર લગાવવા જાહેરનામું બહાર પાડ્યું છે.  જાહેરનામાં મુજબ 1 જાન્યુઆરી 2025 થી જે પણ રિક્ષામાં મીટર નહીં લાગેલું હોય તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. બીજીબાજુ રિક્ષા ચાલકો માટે ડિજિટલ મીટરના ભાવ વધતા મુશ્કેલી વધી છે. આ ઉપરાંત અન્ય તમામ જરૂરી ડોક્યુમેન્ટ રિક્ષામાં હાજર રાખવા પડશે. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ બજારમાં રિક્ષામાં લગાવવામાં આવતા મીટર મળતા નથી અને જો મળે છે તો તેના ભાવ આસમાને છે.

Advertisement

અમદાવાદમાં રિક્ષાઓમાં મીટર ફરજિયાત હોવા છતાંયે ઘણાબધા રિક્ષાચાલકો એનો અમલ કરતા નહતા.અનેક રિક્ષા ચાલકો મીટર વગર જ ઉચ્ચક ભાડા સાથે પ્રવાસીઓને સવારી કરાવતા હતા પરંતુ હવે તેની સામે પોલીસ દ્વારા 1 જાન્યુઆરી 2025 થી કાર્યવાહી થશે. તેથી દરેક રિક્ષા ચાલકે મીટર લગાવવું જ પડશે. બીજી તરફ શહેરમાં ફરતી કેટલી રિક્ષાઓમાં મીટર લગાવવામાં આવ્યું નથી તેના કોઈ ચોક્કસ આંકડા પણ આરટીઓ પાસે નથી. કારણ કે રિક્ષા જેવા વાહનોમાં દર વર્ષે આરટીઓ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. પરંતુ કેટલાક રિક્ષા ચાલકો ગેરરીતિ કરે છે જેમાં જ્યારે ફિટનેસ કરવાની હોય ત્યારે મીટર લગાવી દેતા હોય છે અને ત્યારબાદ રિક્ષામાંથી મીટર હટાવી લે છે.

Advertisement
Tags :
Advertisement