For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં મેઘમહેરઃ 101 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

11:06 AM Jul 12, 2025 IST | revoi editor
ગુજરાતમાં મેઘમહેરઃ 101 તાલુકામાં વરસાદ  2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Advertisement

ગાંધીનગરઃ આજે 12મી જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાયના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Advertisement

હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પહેલા ભારે વરસાદ જોવા મળશે. જે બાદ મેઘરાજા સૌરાષ્ટ્રને પણ ઘમરોળી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 12 જુલાઇથી 16 જુલાઇ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

જરાતમાં 12 અને 13 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ 12 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. તો 13 જુલાઈએ અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની શક્યતા છે. 15 જુલાઈએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.

Advertisement

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ...સૌથી વધુ સાબરકાંઠાના તલોદમાં 2 ઈંચ અને અમદાવાદના ધોળકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.

Advertisement
Tags :
Advertisement