For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન, વલસાડ અને પારડીમાં 4 ઈંચ

02:33 PM Aug 10, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન  વલસાડ અને પારડીમાં 4 ઈંચ
Advertisement
  • ગત મોડી રાતે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો,
  • આજે રવિવારે 16 તાલુકામાં પડ્યો વરસાદ,
  • ગુજરાતમાં 14મી ઓગસ્ટ બાદ ભારે વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમાન થયું છે. આજે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં વલસાડમાં 4 ઈંચથી વધુ અને પારડીમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો, વલસાડમાં ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વહેલી સવારે પડેલા ભારે વરસાદને લઈને MG રોડ ઉપર નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Advertisement

ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો, વલસાડ પારડી ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ આજે વહેલી સવારે લગભગ 6 વાગ્યાના અરસામાં અડધો કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઇને રસ્તા પર પાણી જોવા મળ્યા હતા. ધોમધાર વરસાદન પગલે જન-જીવન પર અસર જોવા મળી હતી. છેલ્લા ત્રણ દિવસથી સવારના સમયે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ આખો દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ બની રહે છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  આગામી 13 ઓગસ્ટ સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી રહેશે. જો કે, 14 ઓગસ્ટથી વરસાદનું જોર વધી શકે છે. 14થી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી વધુ વરસાદની વરસાદની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની શક્યતા છે.

Advertisement

ગુજરાતમાં ઓગસ્ટમાં દરરોજ સરેરાશ 8.7 મીમી વરસાદ થવો જોઇએ, તેની સામે છેલ્લા 9 દિવસમાં 8.7 મીમી વરસાદ પડ્યો છે. 90% વરસાદની ઘટ સાથે ગુજરાતમાં દેશના 29 રાજ્યમાં સૌથી ઓછો વરસાદ થયો છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં 77%, ઓડિસામાં 71%, મહારાષ્ટ્રમાં 69%, છતિસગઢમાં 65% અને રાજસ્થાનમાં 61% વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જિલ્લાવાર વરસાદની સ્થિતિ જોઇએ તો, 33 પૈકી 15 જિલ્લા 1%થી લઇ 42% વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ચોમાસું સિઝનનો 882 મી.મી. વરસાદની સરેરાશ સામે અત્યાર સુધીમાં 563.7 મી.મી. સાથે ગુજરાતમાં સિઝનનો 63.92% વરસાદ પડી ચૂક્યો છે.

Advertisement
Tags :
Advertisement