For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મેઘા પાટકરની દિલ્હી પોલીસે કરી અટકાયત, કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કરાયું હતું

12:22 PM Apr 25, 2025 IST | revoi editor
મેઘા પાટકરની દિલ્હી પોલીસે કરી અટકાયત  કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કરાયું હતું
Advertisement

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર્તા મેધા પાટકરની ધરપકડ કરી છે. તેમની નિઝામુદ્દીનથી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. 2001માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ વિશાલ સિંહે કહ્યું હતું કે મેધા પાટકર કોર્ટમાં હાજર થયા ન હતા અને તેમણે જાણી જોઈને સજા સંબંધિત આદેશનું પાલન કર્યું ન હતું.

Advertisement

ન્યાયાધીશે કહ્યું કે પાટકરનો ઇરાદો સ્પષ્ટપણે કોર્ટના આદેશનો અનાદર કરવાનો અને સુનાવણી ટાળવાનો હતો. સજા પર કોઈ સ્ટે ઓર્ડર ન હોવાથી, કોર્ટે કહ્યું કે પાટકરને રજૂ કરવા માટે દબાણ કરવું હવે જરૂરી બની ગયું છે. કોર્ટે આદેશમાં કહ્યું કે, આગામી તારીખ માટે દિલ્હી પોલીસ કમિશનરના કાર્યાલય દ્વારા દોષિત મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવે. આ મામલે આગામી સુનાવણી 3 મેના રોજ થશે. કોર્ટે એમ પણ કહ્યું કે જો પાટકર આગામી સુનાવણીમાં સજાના આદેશનું પાલન નહીં કરે, તો કોર્ટે અગાઉ આપેલી 'હળવી સજા' પર પુનર્વિચાર કરવો પડશે અને સજા બદલી શકાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement