For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં સરિતા શોપિંગ સેન્ટરમાં મેગા ડિમોલિશન, 31 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું

06:30 PM Oct 09, 2025 IST | Vinayak Barot
ભાવનગરમાં સરિતા શોપિંગ સેન્ટરમાં મેગા ડિમોલિશન  31 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Advertisement
  • સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટમાં દુકાનો બનાવી દીધી હતી,
  • 31 દુકાનો તોડીને 400 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી,
  • દૂકાનદારોની અરજી કોર્ટે કાઢી નાખ્યા બાદ મ્યુનિ. દ્વારા ડિમોલિશન હાથ ધરાયુ

ભાવનગરઃ શહેરના બોર તળાવના નાકે મુખ્ય રોડ પર આવેલા સરિતા શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે 31 જેટલી દૂકાનોને ડિમોલેશન કરવા મ્યુનિ.કોર્પોરેશને પોલીસના બેદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધર્યુ હતું. અને 31 જેટલી દુકાનો તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

Advertisement

ભાવનગરના મુખ્યમાર્ગના નવીનીકરણ સાથે જ સરિતા શોપિંગ સેન્ટરમાં અગાઉ બે વખત ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે બુધવારે ફરી એક વખત વહેલી સવારથી મ્યુનિના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જેસીબી સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. અને 31 દુકાનો તોડી પાડવામાં આવી હતી.

આ ડિમોલેશન અંગે માહિતી આપતા મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટમાં દુકાનો ચણી લેવામાં આવી હતી અને અગાઉ આ દુકાન ધારકોને નોટિસો ફટકારવામાં આવતા દુકાનદારો દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે આ અરજી કાઢી નાખતા ડિમોલેશનનો માર્ગ મોકળો થયો હતો વહેલી સવારે હિટાચી, જેસીબી સહિત 50 થી વધુનો સ્ટાફ પોલીસ બંગોબસ્ત સાથે સરિતા શોપિંગ સેન્ટર પહોંચ્યો હતો અને સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટમાં આવેલી 31 દુકાનો તોડી પાડીને  400 ચોરસ મીટર જગ્યા દબાણ મુક્ત કરવામાં આવી હતી સમગ્ર કામગીરી દરમિયાન બીએમસીના ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ પીજીવીસીએલ, સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement