માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા તથા પીએમ મોદી વચ્ચે મુલાકાત
11:08 AM Jan 07, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પીએમ મોદીએ ભારતમાં માઇક્રોસોફ્ટના મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણની યોજનાઓ વિશે જાણીને ખુશી વ્યક્ત કરી હતી. બંનેએ મીટિંગમાં ટેક, ઈનોવેશન અને એઆઈના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી.
Advertisement
મીટિંગ વિશે સત્ય નડેલાની એક્સ પરની પોસ્ટનો જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, તમને મળીને ખરેખર આનંદ થયો, @satyanadella! ભારતમાં માઇક્રોસોફ્ટની મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણ યોજનાઓ વિશે જાણીને આનંદ થયો. આપણી મીટિંગમાં ટેક, ઇનોવેશન અને AIના વિવિધ પાસાઓની ચર્ચા કરવી પણ અદ્ભુત હતી.
Advertisement
Advertisement