For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધ્યાન એ જીવનમાં શાંતિ અને સંવાદિતા લાવવાનો એક શક્તિશાળી માર્ગ: PM મોદી

04:44 PM Dec 21, 2024 IST | revoi editor
ધ્યાન એ જીવનમાં શાંતિ અને સંવાદિતા લાવવાનો એક શક્તિશાળી માર્ગ  pm  મોદી
Advertisement

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરને 'વિશ્વ ધ્યાન દિવસ' તરીકે જાહેર કર્યો છે. 'વર્લ્ડ મેડિટેશન ડે' જાહેર કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, આપણા સમાજ અને ગ્રહમાં માઇન્ડફુલનેસ લાવવાનો એક સશક્ત માર્ગ છે, ટેક્નોલોજીના યુગમાં એપ્સ અને માર્ગદર્શિત વિડિયો ધ્યાનને આપણી દિનચર્યામાં સામેલ કરવામાં મદદરૂપ બની શકે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વિશ્વ ધ્યાન દિવસની જાહેરાત પછી સેંકડો લોકોએ દિલ્હીમાં મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થામાં વિશ્વ ધ્યાન દિવસ પર ધ્યાન કર્યું હતું.

Advertisement

આ દરમિયાન યોગ રિસર્ચ ઓફિસર એ તોરેન સિંહે જણાવ્યું હતું કે, "હું આ સેન્ટરમાં લગભગ 25 વર્ષથી કામ કરી રહ્યો છું. 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ હવેથી 21મી ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવશે. આ બંને એક તો વર્ષનો સૌથી મોટો દિવસ છે અને બીજો મેડિટેશન વિના અધૂરો છે ધ્યાન વગર દરેક વ્યક્તિને તનાવ અને ચિંતા હોય છે તે માટે યોગ કરવું જરૂરી છે.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ સમગ્ર વિશ્વમાં એક મોટો પડકાર છે. માનસિક સમસ્યાઓમાં ધ્યાન ખૂબ અસરકારક માનવામાં આવે છે. ઉપરાંત, વ્યક્તિના મનને નકારાત્મકતામાંથી હકારાત્મકતામાં લાવવા માટે ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક અંદાજ મુજબ, માનસિક સમસ્યાઓના કારણે દર 45 સેકન્ડે એક આત્મહત્યા થાય છે. ધ્યાનને આ સમસ્યાનો ઉકેલ માનવામાં આવે છે, જે એક અસરકારક ઉપાય છે. પ્રાચીન વૈદિક જ્ઞાન પર આધારિત આ પદ્ધતિનું મહત્વ હવે સમગ્ર વિશ્વ સમજી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement