કેન્સર સહિત ગંભીર બીમારીઓની દવાઓ થશે સસ્તી, બજેટમાં નાણા મંત્રીએ કરી જાહેરાત
- શું થયું સસ્તું અને શું થયું મોંઘું, જાણો બજેટમાં મોટી જાહેરાત
- નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો
- મોબાઈલ ફોન,મોબાઈલ બેટરી LED અને LCD ટીવી સસ્તા થશે
નવી દિલ્હીઃ આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2025-26નું બજેટ લોકસભામાં રજૂ કર્યુ હતુ. નાણા મંત્રીએ રજુ કરેલું મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. નિર્મલા સીતારમણે સતત 8મી વખત બજેટ રજૂ કર્યું છે. નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે, 36 જીવનરક્ષક દવાઓ પર ડ્યૂટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે, 36 જીવનરક્ષક દવાઓ પર ડ્યૂટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 6 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, સરકાર આગામી 3 વર્ષોમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ‘ડે કેર’ કેન્સર કેન્દ્રોની સ્થાપના કરશે.
આ બજેટમાં થનારી જાહેરાતો સામાન્ય વ્યક્તિ પર ખૂબ મોટી અસર કરે છે. બજેટમાં મધ્યમવર્ગને આશા હોય છે જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તું થાય છે. ત્યારે બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી થઇ છે.
શું સસ્તુ થયું?
- કેન્સરની દવાઓ સસ્તી
- ઔષધી અને દવાઓ સસ્તી
- મેડિકલ ઉપકરણ સસ્તા થશે
- 36 જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સમાપ્ત
- અનેક પ્રકારના ખનિજોની કિંમત ઘટશે
- હથવણાટથી બનેલા કપડા સસ્તા થશે
- ભારતમાં બનેલા કપડા સસ્તા થશે
- 6 જીવન રક્ષક દવાઓ પર 5 ટકા કસ્ટમ ડ્યુટી(શુલ્ક)
- LED-LCD TV સસ્તા
- મોબાઈલ ફોન સસ્તા થશે
- ઈલેક્ટ્રીક ગાળીઓ સસ્તી થશે
- EV બેટરી સસ્તી
- ચામડાથી બનેલા સામાન સસ્તા
- મોબાઈલ ફોન બેટરી સસ્તી
- સમુદ્રિ ઉત્પાદનો સસ્તા
- ફ્રોઝન ફિશ પેસ્ટ