ગાંધીનગરના સરગાસણમાં મહાદેવ મંદિરના ડિમોલિશન સામે ભારે વિરોધથી કાર્યવાહી અટકી
- મ્યુનિ.ના રિઝર્વ પ્લોટમાં શિવેશ્વર મહાદેવ મંદિર બનાવ્યુ છે
- લોકોએ હર હર મહાદેવના નાદ સાથે ઉગ્ર વિરોધ કરતા મ્યુનિની ટીમને પરત ફરવું પડ્યું,
- મંદિર વર્ષોથી છે, બન્યુ ત્યારે કેમ પગલાં ન લેવાયા
ગાંધીનગરઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાન શહેરના સરગાસણ-તારાપુર વિસ્તારના ટીપી-29માં આવેલા શિવેશ્વર મહાદેવ મંદિરને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે મંદિરના ભક્તો અને સ્થાનિક રહેવાસીઓએ હર હર મહાદેવના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવતા ડિમોલિશનની કામગીરી અટકી પડી હતી. શિવ ભક્તોના વિરોધને પગલે મ્યુનિની ટીમને પરત ફરવાની ફરજ પડી હતી.
ગાંધીનગરના સરગાસણ-તારાપુર વિસ્તારના ટીપી-29માં મ્યુનિના રિઝર્વ પ્લોટમાં શિવેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. મ્યુનિ. દ્વારા મંદિર ટ્રસ્ટને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. પણ ટ્રસ્ટ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મ્યુનિની ટીમ મંદિરને હટાવવા માટે આવી હતી. પણ જોતજોતામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને શિવભક્તો એકઠા થઈ ગયા હતા. અને ભારે વિરોધ કર્યો હતો. લોકોનો આક્રોશ જોઈને મ્યુનિની ટીમને વિલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી.
સુપ્રિમ કોર્ટના આદેશો બાદ ગાંધીનગરમાં તમામ ધાર્મિક દબાણોની યાદી તૈયાર કરીને તેને તબક્કાવાર દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા ચાલી રહી છે. જે અંતગર્ત ટીપી-29 તારાપુર-સરગાસણ વિસ્તારમાં આવેલું આ શિવેશ્વર મહાદેવ મંદિર મ્યુનિના રિઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર રીતે બનેલું છે. આથી મ્યુનિ. દ્વારા મંદિર ટ્રસ્ટને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જોકે સ્થાનિકોની રજૂઆત બાદ આ દબાણ જાતે અને સુરક્ષિત રીતે દૂર કરવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો. ત્યારે આ સમયગાળો પૂર્ણ થતાં મ્યુનિની ડિમોલિશન ટીમ કાર્યવાહી કરવા માટે સ્થળ પર પહોંચી હતી. પરંતુ મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકો અને શિવ ભક્તોએ કાર્યવાહીનો સખત વિરોધ શરૂ કરી દીધો હતો. આ વિરોધના કારણે સ્થળ પર તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ એવી દલીલી કરી હતી કે, મંદિર બંધાયુ ત્યારે મ્યુનિએ કેમ વિરોધ ન કર્યો હવે દબાણ હટાવવા નિકળી પડ્યા છો,