હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર શેમ્પુની ફેકટરીમાં લાગી ભીષણ આગ

06:19 PM Apr 01, 2025 IST | revoi editor
Advertisement

રાજકોટઃ શહેર નજીક અમદાવાદ હાઈવે પર આવેલી શેમ્પુની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી છે. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગની જાણ થતાં જ રાજકોટ ફાયર વિભાગના જવાનો ફાયટરો સાથે દોડી ગયા હતા. અને ફોમ અને પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં ન આવતા મેજર કોલ જાહેર કરાયો છે. જો કે બપોર બાદ આગ પર 80 ટકા કાબુ મેળવી લીધો હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલા દિવેલીયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેકટરીમાં બપોરના ટાણે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા.અલગ અલગ 7 ફાયર ફાઇટરે ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. શેમ્પુની ફેકટરીમાં કેમિકલ પણ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગમાં બે બાઇક પણ ખાક થઈ ગયા હતા. બેરલમાં બ્લાસ્ટ થવાથી કેમિકલ ફેક્ટરીમાંથી બહાર રસ્તા પર આવી જતાં રસ્તા ઉપર પણ આગ લાગી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, બે વાહનો બળીને ખાક થઈ ગયા હતા.

ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલા દિવેલીયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેકટરીમાં આગ લાગતા ફાયર વિભાગના 60 ફાયટરોએ આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી છે. આ દરમિયાન ફાયર વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે. ફાયર વિભાગના કર્મચારી વિજયભાઈ જેસર પાણીનો મારો ચલાવી રહ્યા હતા, તે દરમિયાન તેમનો પગ સ્લીપ થતા તેઓ રસ્તા પર પડી ગયા હતા અને પગમાં ઇજા પહોંચી હતી. તુરંત ઈજાગ્રસ્તને સિવિલમાં દાખલ કરતા પગે પ્લાસ્ટર બાંધી તબીબી સારવાર અપાવી તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા છે.

Advertisement

રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જે.કે.ફોર્મ નામની કેમિકલ ફેકટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જે બાદ રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા પ્રથમથી જ મેજર કોલ જાહેર કરી તમામ ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટર બોલાવી 60 જેટલા લોકોના સ્ટાફ તેમજ ચીફ ફાયર ઓફિસર સહીત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન આગ લાગી તે ફેકટરીમાં અંદરની તરફ કેમિકલ હોવાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા AFFF લિકવિડ ફોમની મદદથી સતત મારો ચલાવી કાબુ મેળવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiFIREGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsrajkotSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharshampoo factoryTaja Samacharviral news
Advertisement
Next Article