ચહેરાની ચમક વધારવા માટે આ તેલથી કરો મસાજ, ગણતરીના દિવસોમાં જોવા મળશે ફાયદો
આજની ભાગદોડ વાળી લાઇફમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય અને સ્કીનનુ ધ્યાન નથી રાખી શકતી. ઘર, ઓફિસ, કામ, બાળકો સંભાળવામાં એટલી ખોવાઇ જાય છે કે તેની અસર સ્કીન અને તેમના શરીર પર પડે છે. પરંતુ આટલી બિઝી લાઇફમાં માત્ર આ એક જાદુઇ ઓઇલ તમારી ત્વચાને નવુ જીવન આપશે. ફેસ પર ડાઘા, કરચલીઓ, કુંડાળાથી છુટકારો મેળવવા ઇચ્છો છો અને માર્કેટમાં મળતી બધી જ ક્રીમ ટ્રાય કરીને થાકી ચૂક્યા છો.ક્રીમ લગાવો છો ત્યાં સુધી બધુ સારૂ રહે છે.પરંતુ તે છોડ્યા બાદ પાછું આવી જાય છે તો તમે દેશી રીતે તેનાથી છુટકારો મેળવી શકો છો.
ઓઇલ માત્ર આપણા વાળ માટે નહીં પરંતુ આપણી સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ફેસની કરચલીઓ અને કાળાપણું ઓછુ કરવા માટે રાત્રે તમારે જે ઓઇલની માલિશ કરવાની છે તે ઓઇલ છે કેસ્ટર ઓઇલ.જેને એરંડીનું ઓઇલ પણ કહેવામાં આવે છે. રોજ રાત્રે સૂતા પહેલા ફેસ પર એરંડીનુ ઓઇલથી હળવા હાથોથી મસાજ કરો. માત્ર 5 કે 6 દિવસમાં તમને તમારાં ફેસ પર ફરક દેખાવાની શરૂઆત થઇ જશે.
કેસ્ટર ઓઇલ એક નેચરલી ઓઇલ છે, જેને વાળ માટે તો ખૂબ જ લાભદાયી અને ગુણકારી માનવામાં આવે છે. પરંતુ આ ઓઇલ સ્કિન માટે પણ કોઇ જાદૂથી ઓછું નથી. કેસ્ટર ઓઇલમાં ભરપૂર માત્રામાં ફેટી એસિડ હોય છે. જે સ્કિનને મોશ્ચરાઇઝ કરે છે અને ડ્રાઇ અને સેન્સેટિવ સ્કિન માટે સૌથી બેસ્ટ છે. ડાર્ક સ્પોટ, ઇજા કે પછી સ્ટ્રેચ માર્કના નિશાન પર પણ કેસ્ટર ઓઇલ લગાવવાથી ડાઘા ઓછા થઇ જાય છે. ફેસ પર એરંડી ઓઇલ લગાવવાથી ચહેરા પર ધીમે ધીમે ચમક આવવા લાગે છે.