For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ડીસામાં મારવાડી માળી સમાજ દ્વારા હોળી-ધૂળેટી પર્વની વિશેષ ઉજવણી કરાશે

06:00 PM Mar 10, 2025 IST | revoi editor
ડીસામાં મારવાડી માળી સમાજ દ્વારા હોળી ધૂળેટી પર્વની વિશેષ ઉજવણી કરાશે
Advertisement
  • ડીસામાં 60 હજાર રાજસ્થાની મારવાડી માળી સમાજનો વસવાટ
  • મારવાડી માળી સમાજ દ્વારા ધૂળેટીએ ઘેર અને લૂર નૃત્યનું ઓયોજન
  • મહિલાઓ લોકગીત ગાય અને પુરૂષો હાથમાં ડંડા લઈને નૃત્ય કરે છે

ડીસાઃ રાજસ્થાની મારવાડી સમાજમાં હોળી-ધૂળેટીનું વિશેષ મહાત્મ્ય છે. સમાજના લોકો ધૂળેટીનું પર્વ ભારે આનંદોલ્લાસથી મનાવતા હોય છે. ત્યારે ડીસામાં મારવાડી માળી સમાજના લોકોએ ધૂળેટી પર્વની ઊજવણી માટે ખાસ આયોજન કર્યું છે. ડીસામાં હાલ આશરે 50 થી 60 હજાર મારવાડી માળી સમાજના લોકો વસવાટ કરે છે. તેઓ છેલ્લા 28 વર્ષથી દર ધુળેટીએ ઘેર અને લુર નૃત્યનું આયોજન કરીને પોતાની લોકગીત અને લોકનૃત્યની પરંપરા જાળવી રહ્યા છે. આ નૃત્યમાં મહિલાઓ બે ભાગમાં વહેંચાય છે અને રાજસ્થાની લોકગીતો ગાતી ગાતી એકબીજા તરફ આગળ વધે છે.

Advertisement

ગુજરાતમાં નવરાત્રી જેટલી મહત્વની છે, તેટલી જ રાજસ્થાની મારવાડી સમાજ માટે હોળીનું મહત્વ છે. રાજસ્થાનથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજના લોકો ભેગા મળીને ધુળેટીના દિવસે ઘેર અને લુર નૃત્ય રમીને પોતાની અનોખી પરંપરા જીવંત રાખે છે. આ નૃત્ય કરતા મારવાડી સમાજના લોકોને જોનાર બે ઘડી થંભી જાય છે. પુરુષો હાથમાં ડંડા લઈને જે નૃત્ય કરે છે અને મહિલાઓ જે લોકગીતો ગાય છે.

બનાસકાંઠાના ડીસામાં હોળીની પ્રાચીન પરંપરાનો એક ભાગ છે. રાજસ્થાનમાં મારવાડી સમાજ સદીઓથી હોળીને દિવાળી કરતાં પણ વધુ મહત્વ આપે છે. રોજગારીની શોધમાં રાજસ્થાનથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી સમાજની આ પરંપરા ધીમે ધીમે લુપ્ત થવા લાગી હતી. પરંતુ બનાસકાંઠાના ડીસામાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજ છેલ્લા 28 વર્ષથી પોતાની આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. દર વર્ષે ધુળેટીના દિને સાંજે તમામ મારવાડી માળી સમાજના લોકો ભેગા મળીને ઘેર અને લુર નૃત્યની રમઝટ બોલાવે છે.

Advertisement

ડીસામાં વર્તમાન સમયમાં આશરે 50 થી 60 હજાર મારવાડી માળી સમાજના લોકો વસવાટ કરે છે. તેઓ છેલ્લા 28 વર્ષથી દર ધુળેટીએ ઘેર અને લુર નૃત્યનું આયોજન કરીને પોતાની લોકગીત અને લોકનૃત્યની પરંપરા જાળવી રહ્યા છે. આ નૃત્યમાં મહિલાઓ બે ભાગમાં વહેંચાય છે અને રાજસ્થાની લોકગીતો ગાતી ગાતી એકબીજા તરફ આગળ વધે છે.બદલાતા સમયમાં જ્યાં લોકો આધુનિકતા તરફ વળ્યા છે ત્યારે ડીસાનો મારવાડી માળી સમાજ ધુળેટીના દિવસે ઘેર અને લુર નૃત્ય રમીને પોતાની સંસ્કૃતિને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement