For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મેંગલુરુ: રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં 3 વિદ્યાર્થિનીઓ ડુબી, રિસોર્ટના માલિક અને મેનેજરની ધરપકડ

03:32 PM Nov 18, 2024 IST | revoi editor
મેંગલુરુ  રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં 3 વિદ્યાર્થિનીઓ ડુબી  રિસોર્ટના માલિક અને મેનેજરની ધરપકડ
Advertisement

બેંગ્લોરઃ કર્ણાટકના મેંગલુરુમાં એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં એન્જિનિયરિંગના ત્રણ વિદ્યાર્થિનીઓના ડૂબી જવાથી મોત થયા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ પ્રકરણમાં પોલીસે સોમવારે રિસોર્ટના માલિક અને તેના મેનેજરની ધરપકડ કરી હતી. મેંગલુરુ પોલીસ કમિશ્નર અનુપમ અગ્રવાલે જણાવ્યું હતું કે ત્રણેય એન્જિનિયરિંગ વિદ્યાર્થિનીઓ 16 નવેમ્બરના રોજ મેંગલુરુ પહોંચી હતી અને ઉલ્લાલ પોલીસ સ્ટેશન વિસ્તારના સોમેશ્વર ગામમાં બીચ પર સ્થિત રિસોર્ટમાં રોકાઈ હતી.

Advertisement

તેણે જણાવ્યું કે રવિવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થિની સ્વિમિંગ પૂલમાં ન્હાવા ગઈ હતી પરંતુ સ્વિમિંગ પુલ ઉંડો જોવાથી વિદ્યાર્થિની પાણીમાં ડૂબવા લાગી હતી. જેથી તેને બચાવવા માટે અન્ય વિદ્યાર્થિનીએ પાણીમાં છલાંગ લગાવી હતી પરંતુ તે પણ ડૂબવા લાગી હતી, ત્યારબાદ ત્રીજી વિદ્યાર્થિનીએ પણ બંનેને બચાવવાના પ્રયાસમાં સ્વિમિંગ પુલમાં કૂદી પડી હતી.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થિનીઓના મોત થયા હતા. ત્રણેય મૈસુરની રહેવાસી હતી. તેમણે કહ્યું કે ઘટના સમયે ત્યાં કોઈ પ્રશિક્ષક કે 'લાઈફ ગાર્ડ' હાજર ન હતા અને રિસોર્ટના સ્ટાફને ઘટનાની માહિતી મળી ત્યાં સુધીમાં ત્રણેય વિદ્યાર્થિનીઓનું મોત થઈ ગયા હતા.

Advertisement

અગ્રવાલે જણાવ્યું કે ત્રણેય વિદ્યાર્થિનીઓને તરવું આવડતું ન હતું અને સ્વિમિંગ પૂલમાં પ્રવેશતા પહેલા તેઓએ પોતાનો મોબાઈલ ફોન રેકોર્ડિંગ માટે ત્યાં રાખ્યો હતો, જેમાં સમગ્ર ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો અને આજે રિસોર્ટના માલિક મનોહર અને મેનેજર ભરતની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત  રિસોર્ટનું 'ટ્રેડ લાયસન્સ' રદ કરવામાં આવ્યું છે અને તેને 'બંધ' કરી દેવામાં આવ્યું છે.

અધિકારીએ જણાવ્યું કે સોમવારે ત્રણેય વિદ્યાર્થીનીઓના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. છોકરીઓની ઓળખ કીર્તિના એન (ઉ.વ. 21), નિશિતા એમડી (ઉ.વ 21) અને પાર્વતી એસ (ઉ.વ 20) તરીકે થઈ છે.

Advertisement
Tags :
Advertisement