For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હળવદ નજીક હાઈવે પર કારમાંથી પિસ્તલ, બે મેગેઝિન, જીવતા કાર્ટિંસ સાથે શખસ પકડાયો

06:15 PM Jan 08, 2025 IST | revoi editor
હળવદ નજીક હાઈવે પર કારમાંથી પિસ્તલ  બે મેગેઝિન  જીવતા કાર્ટિંસ સાથે શખસ પકડાયો
Advertisement
  • અમદાવાદ પાસિંગની એસયુવી કારમાંથી મળ્યા પિસ્તલ અને જીવતા કાર્ટિંસ
  • મુળ રાજસ્થાની અને અમદાવાદ રહેતા શખસની ધરપકડ
  • હળવદ પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબીઃ અમદાવાદ માળીયા હાઇવે રોડ પરથી પસાર થતી એક્સયુવી કારને રોકીને હળવદ પોલીસ દ્વારા કારની તલાસી લેવામાં આવી હતી. ત્યારે કારમાં બેઠેલા શખ્સ પાસેથી એક પિસ્ટલ અને બે મેગેઝીન તથા 17 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. જેથી પોલીસે હથિયાર તથા ગાડી મળીને 10,12,200ની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી આ બનાવમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના અજીતસિંહ સીસોદીયા અને હરવિજયસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલા કવાડિયા ગામના પાટીયા પાસેની ચેકપોસ્ટ પાસે વોચ રાખવામાં આવી હતી અને ત્યારે મહિન્દ્રા એક્સયુવી 700 કાર જીજે 27 ઇસી 9789 પસાર થઈ રહી હતી. ત્યારે તે કારને રોકીને કારમાં જઈ રહેલા શખસને ચેક કરવામાં આવ્યો હતો અને ત્યારે આ શખસ પાસેથી એક મેગેઝીન સાથેની પિસ્ટલ તથા અન્ય એક મેગેઝીન તેમજ 17 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે હથિયાર તથા ગાડી મળીને 10,12,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી (ઉ. વ. 42) રહે. એ-303 શ્રીનાથ રેસીડેન્સી આકૃતિ ટાઉનશીપ નજીક નારોલ અમદાવાદ મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી. તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી હથિયાર લઈને ક્યા જતો હતો, શા માટે પિસ્તોલ સાથે રાખતો હતો, પિસ્તાલ અને જીવતા કાર્ટિસ ક્યાથી ખરીદ્યા હતા. તેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement