For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નકલી CID અધિકારીના સ્વાંગમાં સ્કોર્પિયામાં સાયરન લગાવીને ફરતો શખસ પકડાયો

01:37 PM Apr 20, 2025 IST | revoi editor
નકલી cid અધિકારીના સ્વાંગમાં સ્કોર્પિયામાં સાયરન લગાવીને ફરતો શખસ પકડાયો
Advertisement
  • સ્કોર્પિયા કારમાં લાલ-બ્લુ ફ્લેશિંગ લાઈટ પણ લગાવી હતી
  • કારમાંથી દારૂની બોટલો મળી આવી
  • યુવાનના આકાર્ડમાં ફોટો મેચ ન થતાં ભાંડો ફુટ્યો

જામ ખંભાળિયાઃ રાજ્યમાં નકલી પોલીસ, નકલી સીબીઆઈ અધિકારી, સીએમઓ અને પીએમઓના નકલી અધિકારીઓ ભૂતકાળમાં પકડાયા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી સીઆઈડી ઈન્ટેલિજન્સ અધિકારીના સ્વાંગમાં ફરતા એક શખસને પોલીસે પકડી લીધો હતો. આ નકલી અધિકારીએ પોતાની સ્કોર્પિયો કાર પર લાલ-બ્યુ ફલેશિંગ લાઈટ અને સાયરન પણ લગાવી દીધુ હતું. પોલીસે વાહનચેકિંગ દરમિયાન હિંમત કરીને સ્કોર્પિયો કારને રોકતા નકલી અધિકારીએ આઈકાર્ડ બતાવ્યું હતું. જોકે એમાં ચીપકાવેલો ફોટો મેચ ન થતો હોય પોલીસે વધુ પૂછતાછ કરતા ભાંડો ફુટ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા દારૂની બોટલો પણ મળી આવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે.

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ખંભાળિયા-જામનગર હાઈવે પરથી નકલી સીઆઈડી અધિકારીનો પર્દાફાશ કર્યો હતો. ટ્રાફિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર દેખાઈ હતી. કારમાં બ્લૂ અને રેડ કલરની એલ.ઈ.ડી ફ્લેશિંગ લાઈટ અને સાયરન લગાવેલા હતા. કારમાં સવાર બે લોકો પોતે CID ઇન્ટેલિજન્સ-ગુજરાત સ્ટેટના અધિકારી હોવાનો દાવો કરતાં હતા. પોલીસે બંને શખસને દારૂ સાથે ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે,  ટ્રાફિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર દેખાઈ હતી. પૂછપરછ કરતાં કારમાં સવાર શખસે પોતાની ઓળખ એસ.પી. વાઘેલા તરીકે આપી હતી. એટલું જ નહિ તેણે CID ઇન્ટેલિજન્સ-ગુજરાત સ્ટેટનો અધિકારી હોવાનો દાવો કર્યો હતો. જો કે, આઈકાર્ડની ચકાસણીમાં ફોટો મેચ ન થયો ન હતો. જેથી પોલીસે તેનું આધારકાર્ડ માંગ્યું હતું. જે બાદ આધારકાર્ડ પરથી તેમની સાચી ઓળખ થઇ હતી. જેમાં આરોપી દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર (ઉં.વ.38) બાવળા તાલુકાના ગાંગડ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની સાથે રહેલા કૃપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા (ઉં.વ. 32)ની પણ ધરપકડ કરી છે. કારની તપાસ કરતાં તેમાંથી બિયરના ત્રણ ટીન અને કોલ્ડ્રીંક્સની બોટલમાં 1350 મિલી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર, દારૂ અને મોબાઈલ સહિત કુલ 11.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement