હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જામનગરમાં પોલીસની ઓળખ આપી વેપારી પાસેથી 1.57 લાખ પડાવી લેનારો શખસ પકડાયો

05:53 PM Apr 24, 2025 IST | revoi editor
Advertisement

જામનગરઃ નકલી પોલીસના સ્વાંગમાં વેપારી પાસેથી તોડબાજી કરતાં શખસને અસલી પોલીસે પકડી પાડ્યો હતો. શહેરના કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી તેની પાસેથી કટકે કટકે એક લાખ સતાવન હજારની રકમ પડાવી લેવા અંગે નકલી પોલીસ સામે ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ કરીને સલાયાના એક શખસને ધરપકડ કરવામાં આવી છે. આ શખસ કોઈ ગુનામાં હાલ જામનગરની જિલ્લા જેલમાં હોવાથી તેનો કબજો મેળવી લઇ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. જેની સામે અગાઉ પણ આવા પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, જામનગરમાં નવી વાસ વિસ્તારમાં રહેતા અને કટલેરીનો વેપાર કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખ નામના 19 વર્ષના યુવાને જામનગર એસ.ઓ.જી. અધિકારીના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી વેપારી પાસેથી કટકે કટકે 1,57. લાખની રોકડ રકમ પડાવી લીધી હતી. આ અંગે પોલીસ ફરિયાદમાં કરવામાં આવી હતી. ફરીયાદી મોહમ્મદભાઈ શેખના મામા કે જેઓ છેલ્લા 10 માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે. જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમ જ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે, અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી પાસે પૈસાની માંગણી કરાઈ હતી. ફરીયાદી મોહમ્મદ રિયાને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં મોબાઈલ નંબરના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના અનુસંધાને દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી. રામાનુજ તેમજ રાઇટર ભવ્યદીપસિંહ પરમાર વગેરે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ આરોપી નકલી પોલીસને શોધી કાઢ્યો હતો. જે આરોપી સલાયાનો રહેવાસી હોવાનું અને તેનું નામ સબીર હુસેન હારુન ભગાડ હોવાનું જાણવા મળ્યું હતું. જે આરોપી હાલ જેલમાં હોવાથી પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળ્યો હતો, અને તેને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પોતે નકલી પોલીસ બનીને આવા અગાઉ પાંચેક ગુનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી સામે જામનગરના સીટી એ, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં અગાઉ બે ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડમાં પણ આવા અન્ય ત્રણ ગુના નકલી પોલીસ તરીકેના નોંધાઈ ચૂક્યા છે. આરોપીની દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે થોડા દિવસો પહેલા અટકાયત કર્યા બાદ તેને જેલ હવાલે કરાયો હતો. જેથી તેનો જેલમાંથી કબજો મેળવી લઇ આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. આરોપીના મોબાઈલ નંબરના આધારે પોલીસે તેની ઓળખ કરી લીધી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaraticaughtfake policeGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharjamnagarLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article