મલાઈકા અરોરાએ ફરી એકવાર છૈયા છૈયા ગીત પર ડાન્સ કર્યો
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા તેના ડાન્સને કારણે ચર્ચામાં રહે છે. મલાઈકાનો અંદાજ હંમેશા તેના ચાહકોને પસંદ આવે છે. મલાઈકાએ ફિલ્મ દિલ સેમાં છૈયા છૈયા ગીત પર ડાન્સ કર્યો હતો અને ત્યારથી તે ઈન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત થઈ ગઈ. આજે પણ લોકો મલાઈકાને છૈયા છૈયા ગીત માટે જાણે છે અને તેને આ ગીત પર ડાન્સ કરતી જોવાનું પસંદ કરે છે. મલાઈકાએ ફરી એકવાર છૈયા છૈયા પર ડાન્સ કર્યો છે પરંતુ આ વખતે લોકોને તે બહુ પસંદ નથી આવી રહ્યું.
મલાઈકા અરોરાએ ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર વર્સિસ સુપર ડાન્સર ચેમ્પિયન્સના સ્ટેજ પર છૈયા છૈયા ગીત પર ડાન્સ કર્યો હતો. લોકો તેના ડાન્સ વીડિયો પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે જે વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં મલાઈકા સિલ્વર શોર્ટ ડ્રેસ પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં કોરિયોગ્રાફર પણ તેની સાથે ડાન્સ કરતો જોવા મળે છે. લોકો આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'આખી કારકિર્દી ફક્ત એક જ ગીત પર ચાલી રહી છે.' જ્યારે બીજાએ લખ્યું - તે યુવાન દેખાવાનો પ્રયાસ કરી રહી છે. એકે લખ્યું - શું તે ફક્ત એક જ ડાન્સ જાણે છે? મલાઈકાના આ ડાન્સ વીડિયોને લાખો લાઈક્સ મળ્યા છે.
જ્યારે હર્ષ લિંબાચિયાએ મલાઈકાને ગીત સાથે જોડાયેલી કોઈ વાત પૂછી હતી.હર્ષે પૂછ્યું, શું તમે ટ્રેનમાં નાચતા હતા? આના જવાબમાં મલાઈકાએ કહ્યું, 'હા, છૈયા છૈયા ગીત ચાલતી ટ્રેનમાં શૂટ કરવામાં આવ્યું હતું.' મારો હાર્નેસ પણ બંધાયેલો હતો પણ તે મને યોગ્ય રીતે હલનચલન કરવા દેતો ન હતો તેથી મેં તેમને તે કાઢવા કહ્યું અને તે પછી ડાન્સ કર્યો હતો.