સાંજના નાસ્તા માટે બનાવો આ હેલ્થી નાસ્તો, જાણો રેસીપી
સાંજના નાસ્તામાં મોટાભાગના લોકો સમોસા, ભજીયા સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ નાસ્તા આરોગ્ય માટે હિતાવહ નથી. જો તમે સાંજના સમયે ચટપટું અને સાથે સાથે આરોગ્યદાયક ખાવાનું ઇચ્છો છો તો બાફેલી શીંગની ચાટ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. મગફળીનો સ્વાદ એવો લાજવાબ હોય છે કે તેને એક વાર ખાધા પછી ફરીથી ખાવાનું મન થઈ જાય છે. આ ચાટ ખૂબ ઓછા સમયમાં બની જાય છે અને તેમાં પ્રોટીન, વિટામિન તથા મિનરલ્સ ભરપૂર માત્રામાં મળે છે.
- સામગ્રી:
એક કપ મગફળી
સ્વાદ મુજબ મીઠું
એક ડુંગળી (ઝીણી સમારેલું)
એક ટમેટું (ઝીણું સમારેલું)
એક લીલું મરચું
ઝીણું સમારેલો ધાણા
અડધો ચમચી આમચૂર પાવડર
અડધો ચમચી લાલ મરચું પાવડર
એક ચમચી ચાટ મસાલો
એક લીંબૂનો રસ
- રીત
સૌપ્રથમ મગફળી ને પ્રેશર કુકરમાં 3-4 સીટી સુધી ઉકાળો અને પછી બાઉલમાં કાઢી લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટમેટું, ધાણા, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને લીંબૂનો રસ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કર્યા બાદ ચટપટી પિનટ ચાટ તૈયાર છે.
આરોગ્યલાભ:
સિંગદાણા પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ, વિટામિન અને એન્ટીઓક્સિડન્ટસનો ઉત્તમ સ્ત્રોત છે. તે હૃદયના આરોગ્યને સુધારે છે, વજન નિયંત્રણમાં મદદ કરે છે અને બ્લડ શુગર લેવલને સંતુલિત રાખે છે. ઉપરાંત, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સહાય કરે છે. સીંગદાણામાં રહેલા બી-વિટામિન મગજના આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયક છે.