For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉનાળામાં પરિવારજનો માટે ઘરે જ બનાવો મીક્ષ ફ્રુટ ચાટ

07:00 AM May 12, 2025 IST | revoi editor
ઉનાળામાં પરિવારજનો માટે ઘરે જ બનાવો મીક્ષ ફ્રુટ ચાટ
Advertisement

ઉનાળાની ઋતુમાં લોકો કેરી, તરબુચ, ટેટી, દ્વાશ સહિતના ફ્રુટ ખાવનું પસંદ કરે છે.જ્યારે અનેક લોકો મીક્ષ ફ્રુટ ચાટ ખાવાનું પસંદ કરે છે. ત્યારે ચાર વ્યક્તિઓ માટે ટેસ્ટી મીક્ષ ફ્રુટ ચાટ બનાવતા શીખો...

Advertisement

• સામગ્રી :
સફરજન - 2 (મધ્યમ કદના, નાના ટુકડામાં કાપેલા)
કેળા - 2 (કટકામાં કાપેલા)
પપૈયા - 1 કપ (નાના ટુકડામાં કાપેલા)
દાડમ - 1 કપ
કિવી - 2 (નાના ટુકડામાં કાપેલા)
નારંગી - 1(છાલ કાઢીને ટુકડામાં કાપેલું)
લીંબુનો રસ - 2 ચમચી
કાળું મીઠું – 1/2 ચમચી
શેકેલા જીરા પાવડર – 1/2 ચમચી
ચાટ મસાલો – 1/2 ચમચી
ફુદીનાના પાન - સજાવટ માટે

• બનવવાની રીત
બધા સમારેલા ફળોને એક મોટા બાઉલમાં મૂકો. ઉપર લીંબુનો રસ, કાળું મીઠું, ચાટ મસાલો અને શેકેલું જીરું પાવડર ઉમેરો. બધું ધીમેધીમે મિક્સ કરો જેથી ફળો તૂટે નહીં. જો તમે ઈચ્છો તો તેને ફુદીનાના પાનથી સજાવી શકો છો. તેને ઠંડુ કરીને પીરસો.

Advertisement

Advertisement
Tags :
Advertisement