ઘરે જ બનાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ડાર્ક ચોકલેટ
ચોકલેટનું નામ સાંભળતા જ દરેકના ચહેરા પર સ્મિત આવી જાય છે. બજારમાં મળતી ચોકલેટો સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેમાં પ્રિઝર્વેટિવ્સ અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં ઘરે બનાવેલી ડાર્ક ચોકલેટ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ તેને તમારી પસંદગી મુજબ હેલ્ધી પણ બનાવી શકાય છે.
• સામગ્રી
કોકો પાવડર: 1/2 કપ
કોકો બટર અથવા નાળિયેર તેલ: 1/4 કપ
મધ અથવા મેપલ સીરપ: 3-4 ચમચી (સ્વાદ મુજબ)
વેનીલા અર્ક: 1 ચમચી
સુકો મેવો
• બનાવવાની રીત
સૌ પ્રથમ, ધીમી આંચ પર એક કડાઈમાં કોકો બટર અથવા નારિયેળ તેલ ઓગળી લો. તેને સતત હલાવતા રહો જેથી તે બળી ન જાય. ઓગળેલા કોકો બટરમાં ધીમે ધીમે કોકો પાવડર ઉમેરો. તેને સારી રીતે હલાવતા રહો જેથી કોઈ ગઠ્ઠો ન રહી જાય. હવે તેમાં મધ અથવા મેપલ સીરપ અને વેનીલાનો અર્ક ઉમેરો. તૈયાર કરેલા મિશ્રણમાં તમારી પસંદગીના ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. આ ચોકલેટનો સ્વાદ વધુ વધારશે. આ મિશ્રણને ચોકલેટ મોલ્ડમાં રેડો અને રેફ્રિજરેટરમાં 2-3 કલાક માટે રાખો. ચોકલેટ સેટ થઈ જાય એટલે તેને મોલ્ડમાંથી કાઢીને એરટાઈટ કન્ટેનરમાં રાખો.
• ડાર્ક ચોકલેટના ફાયદા
- એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર: ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે.
- હૃદય માટે ફાયદાકારક: તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે.
- તણાવ ઓછો કરેઃ ડાર્ક ચોકલેટમાં રહેલા કમ્પાઉન્ડ્સ સેરોટોનિન લેવલને વધારે છે, જે મૂડને સુધારે છે.
- ત્વચા માટે ઉત્તમ: તે ત્વચાને ચમકદાર અને યુવાન રાખવામાં મદદ કરે છે.