ઘરે જ બનાવો સ્વાદીષ્ટ મસાલા ચણા, જાણો રેસીપી
ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે અને ખાસ પ્રસંગ્રે મસાલેદાર અને સ્વસ્થ માસાલા ચણા તમામને ગમશે. આ સ્વાદીષ્ટ્ર મસાલા ચણા બનાવવા માટે જાણો તેની રેસીપી
• સામગ્રી
1 કપ ચણા
1 ચમચી તેલ
1 ચમચી જીરું
1 ચમચી વિવિધ મસાલા (ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર)
1 ચમચી મીઠું
2 ચમચી ટામેટાની પ્યુરી
2 ચમચી લીલા મરચા અને કોથમીરની પ્યુરી
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી કોથમીરના પાન
• બનાવવાની રીત
મસાલા ચણા બનાવવા માટે, સૌપ્રથમ ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. પછી બીજા દિવસે ચણાને પાણીમાંથી કાઢી, ધોઈને કુકરમાં મૂકો. ચણાની સાથે, કુકરમાં એક કપ પાણી, મીઠું, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો. હવે ચણાને પ્રેશર કૂકરમાં ૩-૪ સીટી સુધી પાકવા દો. જ્યારે કુકરમાંથી ૩-૪ સીટી આવે, ત્યારે ગેસ બંધ કરી દો. હવે એક પેનમાં તેલ મૂકો અને તેને ધીમા તાપે ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરું તતડે પછી, ટામેટાની પ્યુરી, લીલા મરચાં અને ધાણાની પ્યુરી પણ ઉમેરો. આ પછી, મસાલાઓને સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર 2-3 મિનિટ સુધી રાંધો. જ્યારે મસાલાનો રંગ આછો સોનેરી થઈ જાય, ત્યારે રાંધેલા ચણાને મસાલામાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેને 2 મિનિટ સુધી એકસાથે રાંધ્યા પછી, ગેસ બંધ કરો. ગેસ બંધ કર્યા પછી, લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે સ્વાદિષ્ટ ચણા મસાલો તૈયાર છે. ગરમાગરમ પીરસો.