For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઘરે બનાવો ક્રીમી અને સ્વાદિષ્ટ પનીર સ્ટફ્ડ દમ આલૂ, જાણો રેસીપી

07:00 PM Dec 08, 2025 IST | revoi editor
ઘરે બનાવો ક્રીમી અને સ્વાદિષ્ટ પનીર સ્ટફ્ડ દમ આલૂ  જાણો રેસીપી
Advertisement

તમે લગ્નોમાં અથવા રેસ્ટોરન્ટમાં પનીર સ્ટફ્ડ દમ આલૂની મજા માણી હશે, પરંતુ તમને લાગતું હશે કે ઘરે તેવો ક્રીમી ટેક્સચરવાળો સ્વાદ આવતો નથી. જો તમે અહીં આપેલી સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપીને અનુસરશો, તો તમારી આ સબ્ઝી એટલી સ્વાદિષ્ટ બનશે કે બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ તમારા વખાણ કરશે. તમે આ વાનગી લંચ અથવા ડિનરમાં પીરસી શકો છો. મહેમાનોના આગમન જેવા ખાસ પ્રસંગો માટે પણ આ એક ઉત્તમ વાનગી છે. આ રેસીપીમાં દેશી ઘીનો ટ્વિસ્ટ પણ છે, જે તેના સ્વાદને વધુ વધારશે. જો તમને દેશી ઘી પસંદ ન હોય તો તમે તેને છોડી પણ શકો છો. તો ચાલો જોઈએ આ અદ્ભુત વાનગીની સંપૂર્ણ રેસીપી.

Advertisement

  • સ્ટફિંગ માટેની સામગ્રી

નાના બટાકા (મધ્યમ કદના): 6 થી 8

પનીર (ચૂરો કરેલું): 200 ગ્રામ

Advertisement

કિસમિસ: 2 મોટા ચમચા

કાપેલા કાજુ: ¼ કપ

સ્વાદ મુજબ મીઠું અને કાળા મરી

લીલા મરચાં (ઝીણા સમારેલા): 1 નાની ચમચી

ગરમ મસાલો: 1 નાની ચમચી

  • ગ્રેવી માટેની સામગ્રી

સરસવનું તેલ (Mustard Oil): ¼ કપ

સૂકા લાલ મરચાં: 2

જીરું: ½ નાની ચમચી

આદુ, જીરું, ધાણાની પેસ્ટ: 2 મોટા ચમચા

ટામેટાની પ્યુરી: 1 કપ

હળદર પાવડર: ½ નાની ચમચી

લાલ મરચાંનો પાવડર: 1 નાની ચમચી

કોફ્તા મસાલો: 1 નાની ચમચી

કાજુની પેસ્ટ: ½ કપ

ખાંડ: 1 નાની ચમચી

ઘી: 1 મોટો ચમચો

ગરમ મસાલો: ½ નાની ચમચી

પાણી: જરૂરિયાત મુજબ

મીઠું: સ્વાદ મુજબ

કોથમી: સજાવટ માટે

  • પનીર સ્ટફ્ડ દમ આલૂ બનાવવાની સરળ રીત

સૌપ્રથમ બટાકાને સારી રીતે ધોઈને છોલી લો. હવે દરેક બટાકાને વચ્ચેથી સ્કૂપ કરીને પોલા કરી લો (જેથી તેમાં સ્ટફિંગ ભરી શકાય). પોલા કરેલા બટાકા પર થોડું મીઠું અને હળદર પાવડર છાંટી દો. સરસવનું તેલ ગરમ કરો અને તેમાં આ બટાકાને ધીમા તાપે ફ્રાય કરો. ધ્યાન રાખો કે બટાકા તૂટવા ન જોઈએ. આછા ગોલ્ડન રંગના થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.  સ્ટફિંગ તૈયાર કરવા એક વાસણમાં પનીરને છીણી લો અથવા હાથેથી ચૂરો કરી લો. તેમાં કાપેલા લીલા મરચાં, ગરમ મસાલો, મીઠું, કાળા મરી, કાપેલા કાજુ અને કિસમિસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. તૈયાર કરેલા આ સ્ટફિંગને ફ્રાય કરેલા બધા બટાકામાં સારી રીતે ભરી દો. હવે આ સ્ટફ્ડ બટાકા ગ્રેવી માટે તૈયાર છે. હવે. ક્રીમી ગ્રેવી બનાવવા કડાઈમાં સરસવનું તેલ ગરમ કરો અને તેમાં જીરું અને આખા લાલ મરચાં નાખીને વઘાર તૈયાર કરો. હવે તેમાં આદુ, જીરું અને ધાણાની પેસ્ટ ઉમેરીને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લો. ત્યારબાદ ટામેટાની પ્યુરી ઉમેરી દો. સાથે જ મીઠું, લાલ મરચાંનો પાવડર, હળદર અને કોફ્તા મસાલા સહિતના બાકીના મસાલા ઉમેરીને થોડીવાર માટે સાંતળો. મસાલો બરાબર મીક્સ થઈ જાય પછી તેમાં કાજુની પેસ્ટ ઉમેરો. આ મિશ્રણને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તેલ અલગ થવા ન લાગે. તૈયાર ગ્રેવીમાં જરૂર મુજબ પાણી ઉમેરીને બે ઉભરા આવે ત્યાં સુધી પકાવો. ગ્રેવીમાં ઉભરો આવ્યા બાદ સ્ટફ કરેલા બટાકા તેમાં નાખી દો. તેને 7 થી 8 મિનિટ સુધી ધીમા તાપે પકાવો. આ સમય દરમિયાન ગ્રેવી ઘટ્ટ થઈ જશે અને બટાકામાં મસાલો સારી રીતે ભળી જશે. છેલ્લે, એક ચમચી દેશી ઘી અને ગરમ મસાલો નાખીને મિક્સ કરો. તાજી કોથમીથી સજાવટ કરીને ગરમા ગરમ પનીર સ્ટફ્ડ દમ આલૂને રોટી, નાન અથવા ભાત સાથે પીરસો.

Advertisement
Tags :
Advertisement