ખાસ પ્રસંગે બનાવો ચીઝ પોટેટો બોલ્સ, બધાને લાગશે ટેસ્ટી
તહેવારોમાં લોકોની આનંદની સાથે સ્વાદિષ્ટ ફુડ માણવાનું પસંદ કરે છે. તો ખાસ પ્રસંગ્રે ઘરે જ બનાવો ચીઝ પોટેટો. ચીઝ અને મસાલાથી ભરપૂર ચીઝ પોટેટો નાના બાળકોની સાથે મોટાઓને પણ ખુબ પસંદ આવશે.
• સામગ્રી
બાફેલા બટાકા - 4-5 મધ્યમ કદના
ચીઝ (ચીઝના ટુકડા અથવા છીણેલું ચીઝ) - 1 કપ
કોથમરી (ઝીણી સમારેલી)
લીલા મરચા (બારીક સમારેલા) – 1-2
સ્વાદ પ્રમાણે મીઠું
કાળા મરી - 1/2 ચમચી
ચાટ મસાલો - 1/2 ચમચી
મકાઈનો લોટ - 2 ચમચી
બ્રેડના ટુકડા - 1 કપ
તેલ - તળવા માટે
માખણ (વૈકલ્પિક) - 1 ચમચી
• બનાવવાની રીત
સૌ પ્રથમ, બટાકાને બાફી લો, તેની છાલ ઉતારી લો અને તેને મેશ કરો, બાફેલા બટાકામાં કોઈ ગઠ્ઠો ન હોવો જોઈએ, તેથી તેને સારી રીતે મેશ કરો. મેશ કરેલા બટાકામાં ઝીણા સમારેલા લીલાં મરચાં, કોથમરી અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો અને આ મિશ્રણને ફરી એકવાર બરાબર મિક્સ કરી લો તેમાં મકાઈનો લોટ ઉમેરીને તેને વધુ સખત બનાવો. હવે આ મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવો, ધ્યાન રાખો કે તેનો આકાર ગોળ હોવો જોઈએ અને નાનો ન હોવો જોઈએ, જેથી તે બરાબર તળી શકાય. દરેક બોલને બ્રેડના ટુકડામાં સારી રીતે કોટ કરો જેથી કરીને તે ક્રન્ચી બને. એક કડાઈમાં તેલ ગરમ કરો, જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય, ત્યારે તેમાં તૈયાર કરેલું ચીઝ બટેટાના બોલ્સ ઉમેરો, ધ્યાન રાખો કે તેલ વધુ ગરમ ન થાય, નહીંતર બોલ્સ બળી શકે છે, બોલ્સને મધ્યમ આંચ પર બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી તળી લો, અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. જ્યારે બોલ્સ સારી રીતે તળાઈ જાય ત્યારે તેને બહાર કાઢીને કિચન પેપર પર રાખો જેથી કરીને તેલ શોષાઈ જાય.